Submitted by gujaratdesk on
ભરના કામદારોની સામાજિક સુરક્ષા મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય- ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટીની મર્યાદા 10 લાખથી વધારી 20 લાખ કરાઈ - ખાનગી અને સરકારી બંને ક્ષેત્રના કર્મચારીઓને મળશે લાભ . અનામત અને કાવેરી બોર્ડ સહિતના મુદ્દે TRS, AIADMKનો સંસદમાં હોબાળો - ટીડીપી અને કોંગ્રેસ પણ વિરોધમાં જોડાયા - આજના દિવસ માટે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ. ."મોદી કેર" તરીકે જાણીતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી - દર વર્ષે 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને મળશે પાંચ લાખ સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ . વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ દરખાસ્ત - સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ - દરખાસ્તના ટેકામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો જોડાયા - સાત દિવસમાં કરાશે ચર્ચા . આજે વિશ્વ જળ દિવસ - આગામી પાંચ વર્ષમાં રાજ્યને સંપૂર્ણપણે હેન્ડપંપ મુક્ત બનાવવાની સરકારની નેમ - સુરેન્દ્રનગરના માળિયામાં ખારા પાણીને મીઠું બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટની વિગતો આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાણીની કાયમી તંગી ભોગવતા રણકાંઠાના એકલવા ગામની અનોખી પહેલ - વરસાદી પાણીનો સંગ્રહ કરવા ઘેર-ઘેર બનાવ્યા ભૂગર્ભ ટાંકા - તો પાણી વપરાશ પર અંકુશ રાખવા જૂનાગઢવાસીઓએ લગાવ્યાં વોટર મીટર . જૂનાગઢ ખાતે રાજ્ય પોલીસદળનીસ ૌથી મોટી મહિલા બેચની તાલીમ સંપન્ન - 1400થી વધુ મહિલા પોલીસ તાલીમાર્થીએ મેળવી તાલીમ - મહિલાઓની સુરક્ષા માટે વધારે સુવિધાજનક વાતાવરણ ઉભું થવાની આશા.