Submitted by gujaratdesk on
1. 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે, દુષ્કર્મ કરનાર ,દોષિતોને ,હવે ફટકારી શકાશે /મોતની સજા - પોક્સો એક્ટમાં ,સુધારા માટેના ,કેન્દ્રીય મંત્રીમંડળના વટહૂકમને ,રાષ્ટ્રપતિએ આપી ,મંજૂરી - દુષ્કર્મના દરેક કેસનો ,બે મહિનામાં ,કરાશે નિકાલ
2. વહીવટી અધિકારીઓને ,જનકલ્યાણ સાથે જોડવા, અને ઉત્કૃષ્ટ કાર્યો માટે ,સામાન્ય લોકોને ,સામે લાવવા અનુરોધ કરતા ,પ્રધાનમંત્રી - સરકારી યોજનાના ,અસરકારક અમલીકરણ ,અને જાહેર વહીવટીતંત્રમાં ,નોંધપાત્ર કામગીરી કરનાર ,સનદી અધિકારીઓને, નવી દિલ્હી ખાતે ,સન્માનિત કરતા ,પ્રધાનમંત્રી મોદી
3. ધોલેરામાં વિશ્વના સૌથી મોટો સોલાર પાર્ક બનવા ઉપરાંત ,નવું એરપોર્ટ તથા ધોલેરા-અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ વે છ લેનથી આઠ લેન કરવાનું જણાવતા ,મુખ્યમંત્રી વિજય રૂપાણી - સ્કીલ ટ્રેનિંગ સેન્ટરનું પણ ,કર્યું લોકાર્પણ
4. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ,બક્ષી પંચની ,142 જાતિઓ, 40 વિચરતી ,અને વિમુક્ત જાતિઓ ,અને 58 બિનઅનામત સવર્ણ જાતિઓને ,મકાન બનાવવા ,મળતી સહાયમાં ,50,000 રૂપિયાનો, વધારો જાહેર કરતી ,રાજ્ય સરકાર - 70,000 ના બદલે ,હવે મળશે ,1,20,000 રૂપિયાની સહાય
5. ગુજરાતના સ્થાપનાદિનથી ,રાજયભરના તળાવો ,અને જળસ્ત્રોતોને ,ઊંડા ઉતારવાનો ,રાજય સરકારનો ,નિર્ણય - જળસંચયના કામોમાં ,નાગરિકોને સહયોગી બનવા ,અનુરોધ કરતા ,ઉર્જામંત્રી સૌરભ પટેલ - પાણી બચાવોનો મંત્ર આપતા ,નાયબ મુખ્યમંત્રી ,નીતીન પટેલ.
6. નેપાળમાં યોજાયેલી ,આઠમી દક્ષિણ એશિયાઇ જુડા સ્પર્ધામાં ,પહેલા દિવસે ,ભારતીય મહિલા ખેલાડીઓએ ,જીત્યા ,ચાર સુવર્ણ ચંદ્રક , સુશિલા દેવીએ ,48 કિલોગ્રામની કેટેગરીમાં દેશને અપાવ્યો ,સુવર્ણ પદક