Submitted by gujaratdesk on
.રાજ્યસભાની ખાલી પડેલી 25 બેઠકો માટે ,આજે મતદાન
- મતગણતરી ,આજે સાંજે યોજાશે
- બાકીની 33 બેઠકો પર ,ઉમેદવારો ,બિનહરિફ વિજેતા જાહેર થયા.
. ગરીબોના કેશલેસ ઉપચાર પર ,કેબિનેટે આપી ,ખુશખબર
- સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના ,આયુષ્માન ભારતને ,મંજૂરી મળતાં ,10 કરોડથી વધુ ગરીબ પરિવારોને મળશે /પાંચ લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય કવચ
. કેન્દ્રિય કેબિનેટ દ્વારા ,મંજૂર કરાયેલી ,રેશમ ઉદ્યોગ વિકાસ યોજનાનો ઉદ્દેશ્ય ,વર્ષ 2022 સુધીમાં ,રેશમ ઉત્પાદનમાં ,આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હોવાનું જણાવે છે ,કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઇરાની
- આ યોજનાથી, મહિલા સશક્તિકરણ સાથે ,રોજગારીની તકોનું થશે નિર્માણ
.વિધાનસભામાં અધ્યક્ષ સામે ,અવિશ્વાસ પ્રસ્તાવ પર ,સોમવારે થઈ શકે છે ચર્ચા
- પ્રસ્તાવને કોંગ્રેસના ,40 MLAનું સમર્થન.અવિશ્વાસ પ્રસ્તાવ પર ,સાત દિવસ થશે ,ચર્ચા
- કોંગ્રેસના 3 ધારાસભ્યોના સસ્પેન્શન ,રદ કરાવવાના મુદ્દે ,મુકાયો અવિશ્વાસનો પ્રસ્તાવ.
. નવા ભારતના નિર્માણ માટે મેડ ઈન ઈન્ડિયાથી ,મેક ઈન ઈન્ડિયાના સંકલ્પને ,સાકાર કરવા ,મુખ્યમંત્રીનો અનુરોધ
- રાજકોટ ખાતે ,એક એન્જિનિયરીંગ કંપનીમાં ,બેલ વગાડી ,મેક પાવરની NSCમાં લિસ્ટિંગને વધાવ્યું,
- રાજકોટના ઉદ્યોગમાં બનેલા ,પૂર્જાઓનો, ઈસરો અને નાસાના ઉપગ્રહોમાં ,વપરાશને ગૌરવપૂર્ણ ગણાવ્યો.
.પારસીઓના તીર્થસ્થાન સમાન ,ઉદવાડા ગામમાં, કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
- સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાખલારૂપ બનેલા અને કેન્દ્રિય સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ઉદવાડા ગામમાં ,ફ્રી વાઈ-ફાઈની સુવિધાથી ,ગ્રામવાસીઓ અને યુવાનોમાં ,ઉત્સાહની લાગણી
. અમદાવાદમાં ,આવતીકાલથી ,15 દિવસ ,થિયેટર ઓલિમ્પિક્સ અંતર્ગત ચાલશે, નાટ્ય શો
- વિશ્વના મહાન રંગકર્મીઓને ,રજૂ કરવાનો ઉદ્દેશ
- ગ્રીસથી શરૂઆત બાદ ,યજમાની કરનારું ,ભારત ,આઠમું રાષ્ટ્ર
- થિયેટર આર્ટના વારસાને ,આગળ વધારવામાં ,અમદાવાદ પણ બનશે ,આઠમો સાક્ષી.
.મા ભોમની રક્ષા કાજે /પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ,વીર ભગતસિંહ, રાજ્યગુરૂ ,અને સુખદેવને ,શહીદ દિને ,શત શત નમન
- શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ,વીર શહીદોને ,વીરાંજલિ અર્પણ કરવા /ભાજપ યુવા મોરચા દ્વારા, વિરાટ કવિ સંમેલનનું ,કરાયું આયોજન
.મા આદ્યશક્તિની આરાધનાના ,ચૈત્રી નવરાત્રિના ,પવિત્ર દિવસોમાં ,માતાની ભક્તિમાં ,શ્રદ્ધાળુઓ લીન
- મધ્યગીરમાં આવેલા ,1500 વર્ષ પૂરાણા ,કનકેશ્વરી માતાના મંદિરે ,નવરાત્રિ મહોત્સવમાં, દર્શનાર્થીઓની ભીડ