Submitted by gujaratdesk on
1. સુરતમાં રન ફોર ઇન્ડિયા મેરેથોન દોડનો પ્રધાનમંત્રીએ કરાવ્યો શુભારંભ. ભ્રષ્ટાચારમુક્ત, બિનસાંપ્રદાયિક અને સમૃદ્ધ ભારત માટે લેવડાવ્યા શપથ.
2. નવા ભારતના નિર્માણમાં જનતા જનાર્દનનો ફાળો હોય છે સવિશેષ , 31મી ઓકટોબરે રન ફોર યુનિટિ મેરેથોન અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીમાં સુરત વિશ્વરેકોર્ડ બનાવે તેવી આશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી.
3. માહિતી અને પ્રસારણમંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્લીમાં ટેરેસ્ટ્રીઅલ અને ઉપગ્રહ પ્રસારણના આંતરરાષ્ટ્રીય સંમેલનનું કર્યું ઉદ્ધાટન.બ્રોડકાસ્ટિંગ એન્જિનિયરીંગ મોરચે ભારતે હરણફાળ ભરી હોવાની કરી વાત.
4. કચ્છના ચિરાઇ અને ભચાઉ રેલવે સ્ટેશન વચ્ચે ગેટમેનની સતર્કતાને કારણે ટળી મોટી રેલ દુર્ઘટના.રાજ્યમાં ભાગફોડની આ બીજી ઘટના આવી સામે.
6. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આજે 608મો સ્થાપના દિવસ - અમદાવાદીઓ પોતાના આગવા અંદાજમાં કરશે ઉજવણી તો ડીડી ગિરનાર પર આજે રાત્રે 9-00 કલાકે વિશેષ પ્રસારણ.