Submitted by gujaratdesk on
1. ભારત-કોરિયા વ્યાપાર શિખર સંમેલનને નવી દિલ્હી ખાતે સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - અર્થવ્યવસ્થા માટે 3D એટલે કે ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડનો આપ્યો મંત્ર.
2. ઉત્તરપૂર્વિય બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીઓ માટેનું મતદાન ચાલુ - ચૂંટણીપંચ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે કરાઈ તમામ વ્યવસ્થા - ત્રીજ માર્ચે યોજાશે મતગણતરી.
3. શ્રીદેવીના મોત બાબતે દુબઈ પોલીસે દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું - હોટલના બાથટબમાં બેભાન અવસ્થામાં આકસ્મિકરૂપે ડૂબવાના કારણે થયું શ્રીદેવીનું મૃત્યુ - દુબઈ પ્રશાસનની ઔપચારિક પ્રક્રિયા બાદ પાર્થિવ દેવ ભારત લાવવાની મળશે મંજૂરી.
4. સમાજના વંચિત, પછાત અને શોષિતોના વિકાસ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં ત્રણ હજાર 641 કરોડની રકમ ફાળવાઈ હોવાનું જણાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી - સમાજના તમામ વર્ગોને સમરસતાથી જોડવાની રાજ્ય સરકારની નેમ હોવાનું જણાવ્યું - ગાંધીનગરમાં ગુજરાત ઠાકોર અને કોળી સમાજના લાભાર્થીઓને છ કરોડ રૂપિયાની વિવિધ લોન સહાયનું કર્યું વિતરણ.
5. ખેત ઉત્પન બજાર સમિતી વિધેયકમાં કરાયો સુધારો.ખેડૂત હિત લક્ષી કામગીરી માટે APMCએ હવે નહીં લેવા પડે લાયન્સસ.APMC સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે ખેત ઉત્પાદનનું કરી શકશે ખરીદ-વેચાણ.
6. રાજ્યમાં દલિત પરિવારની તમામ માંગણીઓ માનવીય સંવેદનાથી સ્વીકારી હોવાનો રાજ્ય સરકારે કર્યો દાવો - ધારાસભ્ય જીતુ વાઘાણીએ વિધાનસભામાં કહ્યું કે દલિત પરિવારની માગણીઓ તાત્કાલિક ધોરણે ઉકેલી નાંખવામાં આવી છે - તો નાણાં ધીરનાર બાબત અધિનિયમ 2011માં વધુ સુધારા કરતી રાજ્ય સરકાર - નાણાં ધીરધાર માટે આદિજાતી સમાજે હવે ગ્રામપંચાયતની મંજૂર નહીં લેવા પડે.
7. ફાગણી પૂર્ણિમા નિમિત્તે દ્વારકા અને ડાકોર જતા માર્ગો પર જય દ્વારકાધીશ અને જય રણછોડનો નાદ ગુંજ્યો - રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયના દર્શન માટે ડાકોરમાં ઉમટ્યા.
8. મને ફાગણનું એક ફૂલ આપો કે કેસૂડો કામણગારો રે. વસંત ઋતુમાં પૂરબહારમાં ખીલતો અને હોળી-ધૂળેટી સાથે જોડાયેલો કુદરતની ભેટ સમાન કેસૂડો ચામડીના રોગોમાં અત્યંત લાભદાયી.