Submitted by gujaratdesk on
1. નર્મદા નદી ફરી બની પ્રાણવંતી - લોક લાગણીને માન આપીને કરજણ ડેમમાંથી છોડવામાં આવ્યું , 1200 ક્યુસેક પાણી.
2.બાંધકામ ક્ષેત્રે સુરક્ષા તેમજ પારદર્શિતા લાવવા માટે , રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય - રાજ્યભરમાં આજથી લાગુ થશે , કોમન જી.ડી.સી.આર. - રિયલ એસ્ટેટના બિઝનેસને મળશે ગતિ - સસ્તા દરે મળશે આવાસ.
3. ભારતભરમાં થયું સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું આયોજન - પ્રધાનમંત્રી મોદીએ કર્યો વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ - સંશોધનથી સમૃદ્ધિ સુધીની સફરમાં , દેશના વિકાસમાં યોગદાનનું , યુવા પ્રતિભાઓને આપ્યું આહવાન.
4..CBSE બોર્ડ પરીક્ષાના લીક થયેલાં પેપર્સ માટે , ફરીથી લેવાનારી પરીક્ષાની તારીખ જાહેર- 12મા ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા 25મી એપ્રિલે- 10મા ધોરણની ગણિતની પરીક્ષાની તારીખ પછી થશે જાહેર
- આગામી 15 દિવસમાં લેવાશે અંતિમ નિર્ણય.
5. માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં મે મહિના જેવી ગરમી - સૂર્ય પ્રકોપથી નાગરિકો ત્રાહિમામ્ - હજુ બે-ચાર દિવસ , યથાવત રહેશે આ પરિસ્થિતિ.
6. ગૂગલ ડૂડલ દ્વારા આજે ભારતની પ્રથમ મહિલા ડોક્ટર , આનંદી ગોપાલ જોશીના 153મા જન્મ દિવસની કરવામાં આવી ઉજવણી
- મહિલા શિક્ષણ ક્ષેત્રે આનંદીબાઇ , એક ગૌરવવંતુ નામ.
7. આજે ભગવાન રામના ભક્ત , હનુમાનજીની જયંતિનું પર્વ - રાજ્યભરમાં હનુમાન ચાલીસા, રામઘૂન સહિતના અનેક કાર્યક્રમો - ચૈત્રી પૂર્ણિમા અને શનિવારનો સંયોગ હોવાથી , ભક્તો ઉમટ્યા મંદિરે.