Submitted by gujaratdesk on
1. જમ્મુ-કાશ્મીરના કાઝિયાબાદના જંગલોમાં , સેનાની ટૂકડી પર આતંકવાદી હુમલો - જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદી ઠાર.
2. ઇન્ડોનિશિયાની યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સિંગાપુર - સિંગાપુરમાં વ્યાપારિક વાર્તા અને સામુદાયિક કાર્યક્રમ સાથે , મહત્વપૂર્ણ શાંગ્રીલા ડાયલોગને કરશે સંબોધન - વેપાર વાણિજ્ય અંગે કરાશે સમજૂતી કરારો - મલેશિયાના નવનિયુક્ત પીએમ મહાતીર મોહમ્મદને પાઠવી શુભેચ્છા.
3. લોકસભાની 4 અને નવ રાજ્યોની દસ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મત ગણતરી - મહારાષ્ટ્રના પાલઘરમાં ભાજપના રાજેન્દ્ર ગાવિતની આગેકૂચ- તો કૈરાનામાં આરએલડીના તબસ્સુમ બેગમ આગળ - કર્ણાટક અને મેઘાલયની બે વિધાનસભા બેઠકો પર , કોંગ્રેસનો વિજય.
4. ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું જળ સંચય અભિયાનનું સમાપન - જળસંચય અભિયાનને ગણાવ્યું દેશનું સૌથી મોટું અભિયાન - રાજ્યભરમાં જળ સમસ્યા હળવી થવાનો દર્શાવ્યો વિશ્વાસ.
5. ધો.12 બોર્ડ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી તથા ઉત્તર બુનિયાદી પ્રવાહનું , સરેરાશ 55.55 ટકા પરિણામ જાહેર - ડાંગ જિલ્લાનું સૌથી વધુ 77.32 ટકા, છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ 31.54 ટકા પરિણામ - રાજ્યની 206 શાળાઓએ મેળવ્યું 100 ટકા પરિણામ.
6. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે , યુવાનોને તમાકુ સેવનથી દૂર રહેવાના સંદેશ સાથે દેશભરમાં યોજાયા જન જાગૃતિ કાર્યક્રમો - વડોદરામાં યોજાઇ વોકેથોન.