Submitted by gujaratdesk on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ગઠીત આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠ પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ - આઝાદ હિંદ ફોજના વરિષ્ઠ સેનાનીઓને પણ કર્યા સન્માનીત, કહ્યું તેમની સરકાર નેતાજીના આદર્શોને આગળ વધારી રહી છે.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સંભારણા દિવસ પર પોલીસ જવાનોને ત્યાગ અને બલિદાનને કર્યા સલામ - રાષ્ટ્રીય પોલીસ સંગ્રહાલય અને સ્મારકને કર્યું રાષ્ટ્રને સમર્પિત.
3. સમગ્ર રાજ્યમાં પણ શહિદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી - ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સલામી આપી શ્રદ્ધાસુમન કર્યા અર્પણ.
4. અમદાવાદમાં આદિ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - દેશની આદિજાતિ વસ્તીના હુન્નર, કૌશલ્ય અને કારીગરીને વિશ્વ બજાર આપી સ્વાવલંબી-સ્વાશ્રયી બનાવવા કેન્દ્રની વર્તમાન સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી - ગુજરાતમાં રાજપીપળા ખાતે 100 કરોડના ખર્ચે આદિજાતિ મ્યુઝિયમ બનશે.
5. કેન્દ્ર સરકારની યોજનાઓ બની લોકો માટે આશિર્વાદરૂપ - ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક યોજનાનો લાભ લઈ લોકો ખોલાવી રહ્યા છે પોતાના ખાતા.
6. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા - કુલગામમાં થયેલ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને કરાયા ઠાર.
7. આજે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ - ગુવાહાટી ખાતે રમાશે - બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે - ટેસ્ટ મેચમાં 2-0થી ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવી ચૂક્યુ છે