Skip to main content
Settings Settings for Dark

Mid Day News Live @ 1.00 PM | 05-09-2019

Live TV

X
Gujarati

1.રશિયા પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન, મલેશિયા અને માંગોલિયાના નેતાઓ સાથે કરી મુલાકાત /- મલેશિયાના પ્રધાનમંત્રી સમક્ષ ઝાકિર નાઈકનો ઉઠાવ્યો મુદ્દો/- જાપાનના પ્રધાનમંત્રી શિન્જો આબે સાથે PMએ કરી દ્વીપક્ષિય વાતચીત /- બન્ને પ્રધાનમંત્રીએ એક બીજાને જન્મદિવસની આપી શુભેચ્છા.

2.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચમી ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમની બેઠકને કરશે સંબોધિત-ફોરમને સંબોધિત કરનારા નરેન્દ્ર મોદી બનશે દેશના પ્રથમ પ્રધાનમંત્રી- ભારત અને રશિયા વચ્ચે 15 જેટલા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને રશિયાની મિત્રતાને ગણાવી ઐતિહાસિક.

3.INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો-ઈડીએ કરેલી ધરપકડ સામે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી-સુપ્રીમ કોર્ટે કહ્યું આ સમયે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાથી તપાસમાં થશે વિક્ષેપ-પી.ચિદમ્બરમે CBI રિમાન્ડની વિરુદ્ધમાં કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાંથી લીધી પરત.

4. આજે શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ષ 2018 માટે શ્રેષ્ઠ અધ્યાપકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી કર્યા સન્માનિત-બનાસકાંઠાના કંચનબેન અને દમણના વિરેન્દ્ર પટેલનું પણ સન્માન-કંચનબેને દિવ્યાંગ વિદ્યાર્થીઓના વિકાસ માટે કર્યા છે અનેક કાર્યો.

5.સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયામાં આઠમા સિયોલ રક્ષા સંવાદ કાર્યક્રમમાં કર્યું સંબોધન-કહ્યું, કોઈ પણ દેશ નથી આતંકવાદની અસરથી મુક્ત-આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાણ બનાવવાની વિશ્વ સમુદાયને કરી અપીલ.

6.કશ્મીર ઘાટીમાં સંચાર વ્યવસ્થા સંપૂર્ણ રીતે થઈ રાબેતા મુજબ /- મોટા ભાગની ટેલિફોનિક વ્યવસ્થા થઈ ચાલુ /- મોબાઈલ સેવા પણ ધીરે ધીરે થઈ રહી છે શરૂ.

7.મુંબઈમાં વરસાદનો કહેર યથાવત-નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત-અનેક ટ્રેનો થઈ રદ - મુંબઈ, થાણે અને કોંકણમાં જૂનિયર કોલેજ અને સ્કૂલોમાં રજાની જાહેરાત-હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ- આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી- ગુજરાતમાં પણ અનેક જગ્યાએ મેઘમહેર.

8.દેશવ્યાપી પોષણ માસ અભિયાનનો પ્રારંભ-રાજ્યમાં અનેક જગ્યાએ નેતા, અધિકારીઓએ કરાવ્યો અભિયાનનો શુભારંભ-ડાંગમાં પોષણ માસનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકાર કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે કરી રહી છે કામ-અમરેલીના જાફરાબાદમાં પોષણ માસ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો નાટકથી લોકજાગૃતિનો કરાયો પ્રયાસ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply