Skip to main content
Settings Settings for Dark

Morning News @ 7.30 AM | Date:21-09-2019

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના સાત દિવસના પ્રવાસ માટે થયા રવાના
- પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને કરશે સંબોધિત
- 27 સમ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાનો છે કાર્યક્રમ

2. કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની નાણામંત્રી નિર્મલા સીતારામણની ઐતિહાસીક જાહેરાત
- સરકારે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો - નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ટેક્સના દર 15 ટકા
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રોકાણની તકો વધવાની વ્યક્ત કરી આશા. 

3. પ્રવાસી ભારતીય માટે સારા સમાચાર, હવે નહીં જોવી પડે 180 દિવસની રાહ
- એનઆરઆઇને ભારત પહોંચતા જ મળી જશે આધારકાર્ડ, સરકારે સૂચના જાહેર કરીને આપી જાણકારી ***

4. રાજ્યમાં સારા વરસાદ બાદ આદિજાતિ વિસ્તારના 38 ગામોના ખેડૂત માટે મુખ્યમંત્રીએ આપ્યા સારા સમાચાર
- પાનમ હાઇલેવલ કેનાલમાંથી પંચમહાલ અને મહીસાગરના 53 તળાવો ભરાતા, 11 હજાર ધરતીપુત્રોને મળશે સિંચાઈ માટે પાણી
- ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પણ લઇ શકશે પાક 

5. હવામાન વિભાગની આગાહી બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો વરસાદ
- જૂનાગઢમાં એક કલાકમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ
- સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમા આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- ચોમાસાની વિદાયની હાલમાં કોઈ સંકેત નહીં 

6.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સાથ આપવા છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ જોડાયા અનોખી રીતે
- ફીલ ઘ બોટલ કેમ્પેઇનમાં જોડાઈ વિદ્યાર્થીઓ ઇંટના સ્થાને કરતો પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ
- પ્લાસ્ટિકની બોટલમાં કચરો અને માટી ભરી ઈંટ તરીકે કર્યો ઉપયોગ

7. મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા અમિત પંધાલ
- પંધાલે 52 કિલો વર્ગમાં સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો
- ઉઝબેકિસ્તાનના શાખોબીદિન સામે આજે જામશે મુકાબલો
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply