Submitted by gujaratdesk on
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી કહ્યું કે સુધારનીતિ ઢાંચાગત ભાગીદારી અને આર્થિક નિશ્ચિયતા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાનો થઈ રહ્યો છે ફાયદો-GST અને નોટબંધીના કારણે GDPમાં ઘટાડાનો અંદાજ થયો ખોટો સાબિત - રોજગારમાં તેજી આવી. 2. જમ્મુ કશ્મીરના બાંદીપુરામાં 4 આતંકીઓ ઠાર-કેન્દ્ર સરકારે રવિવારે આતંવાદી સામે ફરી અભિયાન ચલાવવાનો કર્યો હતો નિર્ણય-સેના પ્રમુખ બિપિન રાવતે શહીદ જવાન ઔરંગજેબના પરિવારની કરી મુલાકાત. 3. દુનિયાભરમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તડામાર તૈયારીઓ-PM મોદીએ લોકોને પોતાના જીવનમાં યોગને અપનાવવાની કરી અપીલ- રાજ્યમાં વિશ્વ યોગ દિવસની તડામાર તૈયારીઓ. 4. ગુજરાતના જળસંચય અભિયાનની રાષ્ટ્રીય સ્તરે થઇ બહોળી પ્રશંસા-નીતિ આયોગની બેઠકમાં નવી રચાયેલી સંકલન સમિતીમાં 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ. 5. ભાવનગરના વેળાવદરમાં કાળાતળાવ નર્મદ રોડ પરથી 5 મૃત કાળિયાર મળી આવ્યા-કેમીકલયુક્ત પાણી પીવાથી અથવા ઝેરી પદાર્થ ખાવાથી મોત થયાની આશંકા-પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સત્ય સામે આવ