Skip to main content
Settings Settings for Dark

Morning News 8.45 AM, 21-02-2018

Live TV

X
Gujarati

BUDGET AGRICULTURE-VO

બજેટમાં ખેડુતોને હરાખવા જેવા ,સમાચાર આવ્યા છે. જેમાં સરકારે ,ઝીરો ટકા પાક ધિરાણની ,જોગવાઇ કરાઇ છે. તો સાથે જ, પુરતી વીજળી, પાણી અને ખાતર ,જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત ,વીમાનું રક્ષણ માટે ,ફાળવણી થકી ,ગુજરાતની ખેતી અને ખેડુતો ,સમૃદ્ધિ તરફ નિરંતર આગળ વધશે. જે સરકારના ખેડુતલક્ષી અભિગમને ,પુરવાર કરે છે.

BUDGET EMPLOYMENTS

નાણામંત્રી નીતિનપટેલનું અંદાજપત્ર ,કૃષિલક્ષી, ગ્રામ્યલક્ષી હોવા ઉપરાંત, યુવાલક્ષી અને રોજગારલક્ષી પણ ,છે. રોજગાર અને વ્યવસાય વિકલ્પો માટે ,અંદાજપત્રમાં ,રૂપિયા 785 કરોડની ફાળવણી ,કરવામાં આવી છે. 

PM Farmar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી પુસામાં, કૃષિ 2022 ખેડૂતોની આવક બમણી કરવા ,રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધીત કર્યું હતું. આ સંમેલન, ખેતી અને ખેડૂત કલ્યાણથી સંબંધીત મુદ્દા અને તેના યોગ્ય ઉકેલ શોધવા માટે, આયોજીત કરાયું હતું. પ્રધાનમંત્રીએ પ્રોદ્યોગીકી સંસ્થાન જેવા સ્થળેથી કૃષિ ક્ષેત્ર જેવા નવા ઉપાય ઉપર કામ કરવાનું આહવાન કર્યું હતું. તેમણે એ વાત ઉપર ખુશી વ્યક્ત કરી હતી કે, માત્ર એક વર્ષમાં ડાંગરનું ઉત્પાદન, 1 કરોડ 70 લાખ ટનથી વધીને, બે કરોડ 30 લાખ ટન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે, યુરિયાની 100 ટકા નીમ કોટેડથી ,ખેડૂત પોતાના ખેતરમાં ઓછા યુરિયાના ઉપયોગથી પાક લઈ શકે છે, જેનાથી ધનની બચત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમીન સ્વાસ્થ્ય કાર્ડથી ,ખાતરનો ઉપયોગ 8થી 10 ટકા ઘટ્યું છે. જ્યારે ઉપજમાં પાંચથી છ ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકારે 99 સિંચાઈ યોજના સમયબદ્ધ પુરી કરવાનો નિર્ણય કર્યો છે, જે છેલ્લા 20-20 વર્ષથી પડતર છે. 

 arun Jatly Scam

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બેંકના NPA ઉપર ચિંતા વ્યક્ત કરી, બેંકના ઓડિટર્સ ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, બેંકીંગ સીસ્ટમમાં લોન આપનાર અને લોન લેનાર વચ્ચે, વિશ્વાસ ઉપર સંબંધ ટક્યો છે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે, જે લોકો લોન લઈને ફરાર થાય છે. તેમણે હર હાલમાં પકડવામાં આવે, જેથી દેશની જનતા છેતરાયા હોવાનું ન અનુભવે. જેટલીએ સ્પષ્ટ કર્યું કે, બેંકીંગ સીસ્ટમને દગો આપનાર આરોપીઓને છોડવામાં નહીં આવે. તેઓ ગમે ત્યાં છુપાયા હોય તેને શોધી કાયદાના હવાલે કરાશે. તેમણે સંબંધીત તપાસ એજન્સીઓને કહ્યું કે, તેઓ બેંકીંગ સીસ્ટમની જરૂરિયાતની સમીક્ષા કરે અને તે આધારે એક એવી વ્યવસ્થા સ્થાપીત કરે જેનાથી નાણાકીય અનિયમીતતા શરૂઆતમાં જ પકડાઈ જાય અને તેને વધતી અટકાવી શકાય. 

 PNB+Gitanjali Scam

પંજાબ નેશનલ બેંક સાથેની છેતરપિંડીના કૌભાંડમાં ,CBIને મોટી સફળતા હાથ લાગી છે. CBIએ PNBમાં રૂપિયા 11 હજાર 384 કરોડના કૌભાંડ સંદર્ભે ,મુખ્ય આરોપી નિરવ મોદીની કંપનીના ,વરિષ્ઠ અધિકારી ,વિપુલ અંબાણી સહિત ,ચારની ધરપકડ કરી છે. અંબાણીની સાથે પકડાયેલા અન્ય વ્યક્તિઓમાં કાર્યપાલક, સહાયક કવિતા માનક્કર, વરિષ્ઠ અધિકારી અર્જૂન પાટિલ, નક્ષત્ર અને ગીતાંજલિ જૂથના CFO કપિલ ખાંડેવાલ અને ગીતાંજલિ જૂથના મેનેજર, નિતેન શાહીનો સમાવેશ થાય છે. કૌભાંડના પગલે નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની અરજી પર ,આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે પણ ગીતાંજલિના માલિક ,મેહૂલ ચોક્સી સામેના કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ મુંબઈની વિશેષ CBI અદાલતે PNBના ત્રણ અધિકારીને ,ત્રીજી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. દરમિયાનમાં અમદાવાદ ખાતે જુલાઈ 2014માં ગીતાંજલિ દ્વારા લોભામણી યોજનાઓ મારફતે કરાયેલી છેતરપિંડી અંગે શહેર ક્રાઈમ બ્રાંચે ,અખબારી યાદી બહાર પાડી છે, જેમાં આ છેતરપિંડીનો ભોગ બનેલાઓએ, ત્રણ દિવસમાં ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવા તાકીદ કરાઈ છે. 

Rotomac

CBIએ ,રોટોમેક ગૃપના માલિક વિક્રમ કોઠારીની ગઈકાલે પુછપરછ કરી છે. રોટોમેક ગૃપ અને તેના પ્રમોટર્સ ઉપર CBI અને ઈડીએ તપાસ શરૂ કર્યા બાદ ,આવકવેરા વિભાગે કામગીરી શરૂ કરી છે. CBIએ કાનપુરમાં કોઠારી પરિવાર સંબંધીત ,તપાસ શરૂ કરી છે. બેંક લોકરો ખોલી દસ્તાવેજ કબજે લઈ કામગીરી આગળ વધારી છે. દરમિયાન વિક્રમ કોઠારીના એક પેઢીએ જામનગરની બેંકમાંથી લોન લીધા બાદ, પરત ન ચુકવી હોવાનો ,ધડાકો થયો છે. જામનગર પરેડ GIDCમાં આવેલી વેસ્ટ કોસ્ટ એક્સ્પુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ ,દેના બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરતાં ,અમદાવાદ રીજનલ બ્રાન્ચ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ છેતરપિંડીની અરજી કરાઈ હતી. આ અંગે આગળની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જામનગર બેંક ફ્રોડ અંગે વધુ વિગતો બહાર આવી શકે છે.

Div Flight

કેન્દ્ર શાસિદ પ્રદેશ દિવ-દમણથી અમદાવાદ વચ્ચે આગામી 24મી ફેબ્રુઆરીથી વિમાન અને હેલિકોપ્ટર સેવાનો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે ,દિવ-દમણ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, દિવથી અમદાવાદ અને અમદાવાદથી દિવ વચ્ચે શરૂ થનારી ,આ 17 સિટવાળી ફ્લાઈટનું ભાડું રૂપિયા બે હજાર સુધીનું હશે. આ સુવિધા શરૂ થતાં ,અમદાવાદ અને દિવ વચ્ચે ઝડપથી આવ-જા શક્ય બનશે, જેના કારણે દિવના પર્યટનને પણ વેગ મળશે. આ સુવિધાના સંદર્ભમાં દિવ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક પણ યોજાઈ હતી.

 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply