Submitted by gujaratdesk on Thu, 04/05/2018 - 12:06 Language Gujarati વિપક્ષના હોબાળાને પગલે સતત બાધિત થતી સંસદની કાર્યવાહીને લઈ NDAના સાંસદોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મંત્રી અનંતકુમારે જણાવ્યું કે NDAના લોકપ્રતિનિધિઓ નહીં લે 23 દિવસનું વેતન. 2.દિલ્હીમાં મળેલી મોદી મંત્રીમંડળની બેઠક - માનવ અધિકાર સુધારા બિલને અપાઈ મંજૂરી, તો ભારત-UAE વચ્ચે રેલવે અને ટેકનોલોજીના ક્ષેત્ર માટેની સમજૂતીને અપાઈ લીલીઝંડી - બેઠકમાં અન્ય પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા 3.બાબાસાહેબ આંબેડકરના માર્ગે જ સરકાર ચાલતી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - છેવાડાના માનવી માટે કામ કરવું એ અમારી પ્રાથમિક્તા , તો રાજ્યના સામાજિક ન્યાય અધિકારિક્તા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે એટ્રોસિટી કાયદા અંગે કૉંગ્રેસ ભ્રામક પ્રચાર કરીને દલિતોને છેતરવાનું બંધ કરે. 4.નર્મદા મુદ્દે કૉંગ્રેસ પર મુખ્યપ્રધાનના આકરા પ્રહાર - નર્મદા વિરોધી મેધા પાટકરનું સમર્થન કરીને કૉંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે - કૉંગ્રેસ સ્વયં ગુજરાત વિરોધી છે - મોરબીમાં શહેરનું પાણી માત્ર પીવાના ઉપયોગમાં લેવાની અપીલ 5.ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાયો ગુજરાતી ફિલ્મ એવોર્ડ વિતરણ સમારંભ, વર્ષ 2013-14, 2014-15 અને 2015-16 માટે બે યાર, પ્રેમજી અને હુતુતુતુને બેસ્ટ ફિલ્મના અવોર્ડ, તો બેસ્ટ એકટર તરીકે પ્રતિક ગાંધી તથા પ્રિયલ ઓબેરોયને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ 6.ઑસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં 21મા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય અભિયાનની શરૂઆત - પ્રથમ દિવસે જ વેઈટલિફ્ટિંગમાં ભારતને મળી સફળતા - 56 કિલોગ્રામ વર્ગમાં ગુરુરાજાએ જીત્યો સિલ્વર મેડલ Video: News Bulletin Type: #મૉર્નિંગ ન્યૂઝVideo Thumbs: