Skip to main content
Settings Settings for Dark

Morning News Live @ 7.30 AM | 08-08-2019

Live TV

X
Gujarati

 

સુષમાજીના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી

ભારતિય જનતા પાર્ટીના તેજસ્વી અને લોકપ્રિય એવા પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ઓંચિતી ચિર વિદાયથી સમગ્ર દેશમાં, ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પુર્ણ રાજકીય સન્માન સાથએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં તેઓ પંચમહભુતમાં વિલિન થયા હતા. પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત દેશના અગ્રણી નેતાઓએ તેમને ભાવભીની શ્રર્દ્ધાંજલી પાઠવી હતી. આ અગાઉ તેમનો પાર્થીવ દેહ ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો જ્યા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ તેમના અંતિમ દર્શન કરીને શ્રર્દ્ધાંજલી અર્પી હતી.ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયે તેમના પાર્થીવ દેહ ઉપર શ્રર્દ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને પુર્ણ રાજકિય સન્માન સાથે તેમના દેહને ભારતિય ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે એઈમ્સ હોસ્પીટલમાં 67 વર્ષીય સુષ્મા સ્વરાજનું નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે લોકસભાની 2019ની ચૂંટણી લડી ન હતી. પરંતુ હંમેશા સોશીયલ મિડીયામાં સક્રિય રહ્યા હતા.દિવગંત નેતા હંમેશા તેમના પ્રેમાળ સ્વભાવને કારણે લોકોની સ્મૃતિમાં રહેશે.

******************
******************

CM વિજય રૂપાણીએ સુષમાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પુર્વ વિદેશ મંત્રી અને ભારતિય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરીને શ્રર્દ્ધાજંલી પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ ના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ નિખાલસતા સાલસતા અને સૌજન્ય શીલતા ની મુર્તિ એવા સુષ્મા સ્વરાજજીને ભાવ સભર શોકાજંલી પાઠવી હતી. તો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ હદ્યયપુર્વક શ્રર્દ્ધાજંલી અર્પી હતી. 

******************
******************
સુષમાજીના નિધનથી વિદેશના અનેક રાજનેતા અને રાજદૂતોમાં શોકની લાગણી

સુષમા સ્વરાજના નિધન ના સમાચારથી દેશનું રાજકારણ તો રાંક બન્યું છે પરંતુ વિદેશ ના અનેક રાજનેતાઓ અને રાજદૂતોએ પણ શોકની લાગણી વ્યકત કરી છે. 

******************
******************
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જમ્મુ કાશ્મીરની રૂબરુ મુલાકાતે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઇકાલે જમ્મુ કાશ્મીરની રૂબરુ મુલાકાત લઈને પ્રવર્તમાન પરિસ્થિતમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. અજીત ડોભાલે ખાસ ભારતિય સેના સાથે બેઠક યોજીને સુરક્ષા સ્થિતીનું ઝીણવટ ભર્યું નિરક્ષણ પણ કર્યું હતુ. નોંધનીય છે કે આ પ્રસંગે તેમણે જમ્મુ કાશ્મીરના શોપીયા જીલ્લાના નાગરીકો સાથે સુરક્ષા સ્થિતિ અંગે મોકળા મને ચર્ચા કરી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પૂર્ણ માહોલ હોવાનો સંદેશો આપ્યો હતો. તેમણે લોકો સાથે ભોજન પણ કર્યું હતું. ડોભાલે સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું હતું કે, તેમની સુરક્ષા સરકારની જવાબદારી છે.

******************
******************

સંસદમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયધિશોની સંખ્યા 30થી વધારીને 33 કરવાના પ્રાવધાનવાળા એક મહત્વપૂર્ણ વિધયેકને બુધવારે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાએ સત્રના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ ન્યાયધિશ સંખ્યા સંશોધન વિધેયક - 2019ને મંજૂરી આપીને લોકસભામાં આપી દેવામાં આવ્યું હતું. લોકસભા આને પહેલા જ મંજૂરી આપી ચૂંક્યું છે. રાજ્યસભામાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ આ વિધેયક ઉપર ચર્ચાનો પ્રસ્તાવ રાખતા સદનનું ધ્યાન એ તરફ દોર્યું હતું કે, આ વિધેયક ધન વિધેયક છે. જેથી સદન ચર્ચા નહીં કરે તો પણ પારિત થઈ જશે.

******************
******************

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે તાલિબાનના એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 145 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આકાશમાં ધુમાડાના ગોળા છવાઇ ગયા હતા. ઘટનાસ્થળથી દૂર રહેલી દુકાનોના કાચ પણ તુટી ગયા હતા. તાલિબાન સાથે શાંતિ સમજુતી પછી લાગી રહ્યું હતું કે હિંસા ઓછી થઈ રહી છે. જોકે અફઘાનિસ્તાનમાં ગત મહિને હિંસામાં લગભગ 1500 લોકો અસરગ્રસ્ત થયા છે. 

******************
******************

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ત્રીજી દ્રિમાસીક નાણાકીય નીતીની જાહેરાત કરી છે.નાણાકીય નીતીની સમીક્ષા ના ભાગ રુપે ,5.75 % રેપો રેટ માં ,0.35 % ઘટાડો કરીને ,5.40 % કરવામાં આવ્યો છે જ્યારે રીવર્સ રેપો રેટ, 5.15 % કરાયો છે. RBI દ્વારા સતત ચોથી વખત, રેપો રેટ માં ,ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે ,RBI ગવર્નર શકિત કાંત દાસે જણાવ્યું હતું ,કે ,0.35 % નો ઘટાડો ,એક સંતુલિત સ્તરનો ઘટાડો છે

******************
******************

મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વડપણ હેઠળ સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. સાતમી ઓગસ્ટે રૂપાણી સરકાર સફળ ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ચોથા વર્ષ ના પ્રવેશ ટાણે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગર માં સંકલ્પ સે સિધ્ધી કી ઓર કાર્યક્રમ યોજી ઉજવણી કરવા નક્કી કર્યું હતું, પરંતુ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ના અવસાન ના કારણે કાર્યક્રમ રદ કરાયો હોવાની જાહેરાત કરાઈ હતી. આજે આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રૂપાણી સરકાર ના રાજ્ય માં ગુજરાતીઓ ને પારદર્શી અને પ્રગતિશીલ સરકાર નો અહેસાસ થયો છે. કેમ કે અનેક વિધ પ્રજાલક્ષી નિર્ણય લેતા છેવાડા ના માનવી ને લાભ મળ્યો છે. આ કારણોસર લોકસભાની ચૂંટણી માં સતત બીજીવાર ગુજરાત ની જનતા એ ખોબલે ખોબલે મત આપતા ભાજપને 26 માંથી 26 બેઠકો મળી હતી.

******************
******************

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણ ની અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ ની બેઠક માં આજે ખેડુત લક્ષી નિર્ણયો લેવાયા હતા. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ના ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો માં નર્મદા પાઈપ લાઈન દ્વારા સુજલામ સુફલામ યોજના થકી 400 થી વધું તળાવોને નર્મદા નીર થી ભરવા માં આવશે. સૌરાષ્ટ્ર માં ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો માં પંમ્પીંગ દ્વારા સૌની યોજના થકી નર્મદા નું પાણી અપાશે તો ખેડા -આણંદ અને મધ્ય ગુજરાત માં કડાણા ડેમ માંથી પાણી પુરુ પડાશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ક્હયું કે ખેડુત આઠ કલાક ના બદલે 10 કલાક વીજળી નિયમિત રૂપે પુરી પાડવામાં આવી રહી છે.

******************
******************

મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.મોડી રાત્રે 12થી 6 વાગ્યા સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેના કારણે વિસ્તારમાં અનેક જગ્યાએ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદને પગલે હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે.કવાંટ, પાવીજેતપુર અને બોડેલીના નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

******************
******************

તારીખ 8, 9  અને 10 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના હેતુસર ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. GSDM ના એડીશનલ સીઈઓ વિક્ટર મેકવાન અને રાહત નિયામક કચેરીના નાયબ સચિવ જી.બી.મુઘલ પરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વરસાદની આગાહી અંગે માહિતી અપાઈ હતી. આ પ્રસંગે I.M.D. ના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે આગામી તારીખ 8, 9 અને 10 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારે વરસાદ થશે જેને ધ્યાનમાં રાખી વડોદરા સહિત અસરગ્રસ્ત જીલ્લાઓમાં રેસ્ક્યું ઓપરેશન માટે NDRF અને SDRF ની 17 ટુકડીઓ ,ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર ખાટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

******************
******************

એશીયાના સૌથી વધુ મહત્વની 10 નદીઓ ધરાવતું તિબેટ ભૌગોલિક દ્રષ્ટીએ ભારત માટે અતિ મહત્વનુ છે ત્યારે તિબેટ ના પ્રધાનમંત્રી ડો.લોબસંગ સંગાયએ ગઇકાલે વડોદરા ની એમ એસ યુનિવર્સીટી તેમજ પારુલ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી ડો.લોબસંગ સંયાગએ વિદ્યાર્થીઓને તિબેટના સંઘર્ષ અને અહિંસાવાદી વલણ અંગે ખાસ ચર્ચા કરીને જીવનમાં મહેનત થકી સફળતા મેળવવા પ્રેરીત પણ કર્યા હતા. આ સૌજન્ય મુલાકાતમાં તેમણે વિદ્યાર્થી, શિક્ષકો અને ઈન્ડ્રસ્ટ્રીના આમંત્રીત મહેમાનોને મહાત્મા ગાંધીમાં શ્રદ્ધા ધરાવતા તિબેટવાસીઓને ચીનના કારણે સુરક્ષામાં થતી મુશ્કેલીઓ સહિતના વિષયોથી અવગત કર્યા હતા. આ પ્રસંગે તિબેટીયન પ્રધાનમંત્રી એ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને શ્રર્દ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે તેમનું વ્યક્તિત્વ ખુબ વિશાળ હતું.

******************
******************

છોટી કાશી બ્રાસ સિટી ક્રિકેટ નું કાશી અને નવા નગર જેવા અનેક નામોથી ઓળખાતા જામનગર શહેર નો ગઇકાલે 480 મો સ્થાપના દિવસ હતો. આ નિમિતે જામનગર મહાપાલિકા દ્વારા જામનગર ની ખાંભી પૂજન નું આયોજન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. જામ રાજવી એ કચ્છ થી કાફલા સાથે પ્રયાણ કરી ને ઈ.સ. ૧૫૪૦ માં શ્રાવણ સુદ સાતમ ના રોજ નવાનગર રાજ્ય ની સ્થાપના કરી હતી. જે હાલ જામનગર ના નામ થી ઓળખાય છે. જામનગર મહાપાલિકા અને રાજપૂત સમાજ દ્વારા  શહેર ના દરબારગઢ નજીક જામનગરની ખાંભીનું રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજવી પરિવાર ના આદિત્યસિંહ જાડેજાના હસ્તે પૂજન અર્ચન કરાયું હતું. ત્યારબાદ લખોટા તળાવે આવેલ રાવલ જામ દિગ્વિજયસિંહ અને જામ રણજીતસિંહની પ્રતિમાને મેયર હસમુખ જેઠવા જામનગર મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને રાજપૂત સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. 

******************
******************

અમદાવાદ શહેર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સંપુર્ણ સ્વચ્છતા તરફ જઈ રહ્યું છે. શહેર ની વચ્ચે આવેલા અમુક વિસ્તારો માં વધું ગંદકી ફેલાતી હજુ જોવા મળે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ ગુલબાઈ ટેકરા વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિકો સાથે સંવાદ કરી ને રોડ પર થઈ રહેલા દબાણ હટાવવા તથા અહિં સ્થિત ઝુપડપંટ્ટીને દુર કરીને તમામ ને પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો માં વસાવવાની બાંહેધરી આપી હતી. તેમજ મહિનાં સ્થાનિકો ના કલ્યાણ માટે મહાનગર પાલિકા દ્વાર સેંકડો કરોડો રૂપીયા ખર્ચીને પણ રહેવાસીઓ ના જીવન-ધોરણ ઉપર લાવવા તત્પર છે. નોંધનીય છે કે ગુલબાઈ ટેકરા વિસ્તાર માં ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ બનાવતા પરિવારો વર્ષોથી વસે છે 

******************
******************

રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહિલા સશક્તિકરણ અને સાહસનું એક ઉત્તમ ઉદાહરણ તલવાર રાસ ની તાલીમ લઇ રહેલી બે હજાર ક્ષત્રિય સમાજ ની મહિલાઓ છે. આજે જ્યારે મહિલાઓ ને આત્મ રક્ષણ ની તાલીમ ની તાતી જરૂરીયાત છે ત્યારે આ મહિલાઓ ભૂચર મોરી ખાતે યોજાનારા કાર્યક્રમ ની તૈયારી ના ભાગ રૂપે તલવાર બાજી ની તાલીમ લઇ ને મહિલાઓ આજે પણ આત્મવિશ્વાસથી ભરપૂર અને સાહસિક તેમજ બહાદૂર હોવાનો ઉદાહરણ પૂર પાડી રહ્યાં છે.

******************
******************

અરવલ્લી જિલ્લાના વડાગામ ખાતે સત પંથ સનાતન સમાજ દ્વારા કચ્છી પટેલ સમાજ ના સંત શ્રી શામજી દાદા ના બ્રહ્રમલીન થઈ તેમને સ્મરણાજંલિ પાઠવવા ખાસ વૃક્ષા રોપણ સંકલ્પ સમારોહ યોજાયો હતો. આ સંકલ્પ સમારોહ માં સત પંથના આચાર્ય નાનક દાસજી મહારાજ સહીતના સાધુ સંતો તેમના પરિવાર જનો અને સમાજ ના અગ્રણીઓએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી ને 5 હજાર જેટલા વૃક્ષો નું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે મોડાસાના પુર્વ ધારા સભ્ય દિલીપ સિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા.

******************
******************

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજાર માં વિવિધ ડિઝાઈન ની રાખડીઓ લોકો નું મન આકર્ષી રહી છે. આવા માં  સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ નામ ની સંસ્થા અનોખી કામગીરી કરી રહી છે. દિવ્યાંગ બહેનો ને રોજગારી પુરી પાડવા માટે કાર્યરત આ સંસ્થા માં હાલ 70 જેટલા દિવ્યાંગ બહેનો રાખડીઓ બનાવવા નું કામ દિલ થી કરી રહી છે. સાયલા, સુરેન્દ્રનગર, લીબડી જેવા ગામોથી અહીં આવતી આ વિકલાંગ બહેનો કેન્દ્ર પર તો રાખડી બનાવે છે સાથે રાખડી નું કાચું મટિરિયલ ઘેર લઈ જઈ ને પણ કામ કરે છે. રાખડી ની સીઝન માં બહેનો ત્રણ હજાર થી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવે છે. જેમાં તેમને એક રાખડી દીઠ બે રૂપિયા મજુરી મળે છે અને તેઓ મહિને ત્રણ હજાર થી વધુ આવક મેળવી શકે છે. રાખડી ની જેમ જ દિવાળી માં દીવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાન ના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. આવી રીતે દિવ્યાંગ બહેનો પણ પોતે આર્થિક રીતે પગ ભર થઈ રોજગારી મેળવી રહી છે.

******************
******************

જૈન ધર્મ ના તેરા પંથ યુવક પરિષદ દ્વારા અમદાવાદ ખાતે જૈન ધર્મ ની ભક્તિ - ભજન સંધ્યા નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં દેશ ભર ના જૈન યુવકોએ ભાગ લીધો હતો. જૈન ધર્મના આચાર્ય શ્રી મહા શ્રમણજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ ભજન કાર્યક્રમ માં જિનવાણી ભજન ભક્તિ ના પદો ને યુવાનો એ રજૂ કર્યા હતા. ભારતીય ધર્મ સંસ્કૃતિ માં ધર્મ ની જડ ખૂબ મજબૂત છે અને તેમાં સંગીત નું ખૂબ મહત્વ નું યોગદાન છે ત્યારે યુવાનોને ધર્મ ભક્તિ સંગીન માં આગળ લાવવા ના આશય થી આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ સંસ્થાનો પ્રમુખ વિમલ કટારયા એ જણાવ્યું હતું

******************
******************

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે જિલ્લા કેલક્ટર હેમંત કુમાર ના માર્ગદર્શન હેઠળ " વિશ્વ સ્તપાન સપ્તાહ "ની ઉજવણી ના ભાગ રૂપે તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર માં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જેવા કે ANM આશા બહેનો આંગણવાડી બહેનો  સગર્ભા અને ધાત્રી બહેનોને  ડોક્ટરો દ્વારા સ્તનપાન નું મહત્વ સમજાવવા માં આવ્યું હતું આ અંગે હેલ્થ ઓફીસર, ડો. સુલ્તાને જણાવ્યું હતું કે  બાળકના સર્વાગી વિકાસ માટે જન્મના પ્રથમ કલાક થી 6 મહિના સુધી ફક્ત માતા નું સ્તનપાન જ મળી રહે તે અનિવાર્ય છે.    

******************
******************

ટી-20 શ્રેણીમાં દમદાર પ્રદર્શન કર્યા પછી ભારતની નજર હવે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે શ્રેણીમાં રંગ જમાવવાની છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ વન-ડે આજે ગુયાનામાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. આ વન-ડે શ્રેણી ક્રિસ ગેઈલની અંતિમ શ્રેણી છે તેથી બધાની નજર આ વિસ્ફોટક બેટ્સમેન ઉપર રહેશે. વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ભારતની આ ફોર્મેટમાં પ્રથમ મેચ છે. વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત થયેલો શિખર ધવન આજની મેચમાં વાપસી કરશે

******************
******************

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply