Skip to main content
Settings Settings for Dark

Morning News Live @ 7.30 AM | Date: 21-01-2020

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી , આજે વિરાટ નગર એકિકૃત ચેક પોસ્ટનું , વીડિયો કોન્ફરન્સિંગથી કરશે ઉદઘાટન - તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ ચેકપોસ્ટ ખુલવાથી , પરસ્પર વેપાર, અને લોકોને આવન, જાવનમાં મળશે મદદ.

2. ડીડી ન્યૂઝના ધીરજ કુમાર, મોર મુકુટ શર્મા , અને સ્વ. અચ્યુતાનંદ સાહુને , રામનાથ ગોયેન્કા એવૉર્ડથી કરાયા સન્માનિત- રાષ્ટ્રપતિએ કહ્યું, પત્રકારત્વ , અત્યારે નાજુક તબક્કામાંથી થઈ રહ્યું છે પસાર - અચ્યુતાનંદ સાહુએ દંતેવાડામાં નક્સલી હુમલામાં ફરજ બજાવતા સમયે આપી હતી પોતાના પ્રાણની આહુતિ - આ પ્રસંગે રાષ્ટ્રપતિએ , મીડિયાને બ્રેકિંગ ન્યૂઝ સિન્ડ્રોમથી બચવા આપી સલાહ.

3. જે.પી.નડ્ડા બન્યા ભાજપના 11મા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ- 2022 સુધી સંભાળશે પાર્ટીની કમાન - પોતાના સંબોધનમાં કહ્યું, પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓની અપેક્ષા પર ખરા ઉતરવા , કરીશ આકરો પરિશ્રમ- સમગ્ર દેશમાં પક્ષને વિજયી બનાવવાનો દર્શાવ્યો સંકલ્પ.

4. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ દૂર કરવા આપ્યા મંત્રો- કહ્યું, બાહ્ય પરિસ્થિતિને ન થવા દેવી જોઈએ હાવી - ગુણનું મહત્વ ખરું, પણ તે જ સર્વસ્વ નથી - સકારાત્મક મને કરો તૈયારી - ચંદ્રયાન-2નું ઉદાહરણ ટાંકી કહ્યું, દરેક નિષ્ફળતા લઈ જાય છે સફળતા તરફ.

5. મોઢેરાના સૂર્યમંદિરમાં આજથી જગ પ્રસિદ્ધ ઉતરાર્ધ મહોત્સનો મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે પ્રારંભ- બે દિવસ ચાલનારા આ મહોત્સવમાં , દેશભરના કલાકારો પોતાની આગવી કલાથી શ્રોતાઓને કરશે મંત્રમુગ્ધ- શાસ્ત્રીય નૃત્ય સહિત અનેક કાર્યક્રમો , સૂર્યમંદિરના પટાંગણમાં યોજાશે.

6. ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનાં વહેણ તરફ લઈ જનારા , કવિ દલપતરામની આજે જન્મ દ્વિશતાબ્દી - કવિતા, નાટક , અને નિબંધમાં અનોખા પ્રયોગ કરી , સાહિત્યને આપી નવી દિશા - 'મિથ્યાભિમાન' પ્રખ્યાત નાટક.

7. ICC વન-ડે ક્રિકેટ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન - ઓપનર રોહિત શર્મા બીજા નંબરે - જ્યારે મિડિયમ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ , બોલિંગ રેન્કિગમાં ટોચના સ્થાને

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply