Submitted by gujaratdesk on
1. અમદાવાદમાં આદિ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - દેશની આદિજાતિ વસ્તીના હુન્નર, કૌશલ્ય અને કારીગરીને વિશ્વ બજાર આપી સ્વાવલંબી-સ્વાશ્રયી બનાવવા કેન્દ્રની વર્તમાન સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી - ગુજરાતમાં રાજપીપળા ખાતે 100 કરોડના ખર્ચે આદિજાતિ મ્યુઝિયમ બનશે.
2. રાજકોટ જિલ્લાના ઉપલેટાની ક્રિશ્ના સ્કૂલમાંથી બોંબ મળવાની ઘટના મામલે પોલીસે એક વૃદ્ધની કરી ધરપકડ- અંગત અદાવતને કારણે વૃદ્ધે બનાવ્યો હતો બોંબ - વૃદ્ધ વ્યક્તિએ વર્ષ 1999 માં પણ આ રીતે બોંબ બ્લાસ્ટ કરીને 2 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા..
3. ભરૂચ પોલીસે 17 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટ અને પિસ્તોલ સાથે બે શખ્સોની કરી ધરપકડ- ચલણી નોટ સ્કેન કરી પ્રિન્ટ કાઢી બજારમાં ફેરવતા હતા- હાઇટેક સ્ટેશનરી અને સામાન્ય વપરાશની ચીજવસ્તુઓથી તૈયાર કરતા હતા ચલણી નોટ.
4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર ફરકાવશે રાષ્ટ્રધ્વજ - નેતાજી સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં 1943માં આજના દિવસે કરી હતી આઝાદ હિંદ સરકારની જાહેરાત.
5. સ્વતંત્રતા બાદની પોલીસ જવાનો દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ બલિદાનના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રને રાષ્ટ્રીય પોલીસ સ્મારક કરશે સમર્પિત.