Skip to main content
Settings Settings for Dark

National | Gujarat | PM | Corona | Junagadh | Afghanistan | Evening News | 28-08-2021

Live TV

X
Gujarati

1... પાણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, પીવાના પાણી ઉપર જ હવે કરવામાં આવશે ધ્યાન કેન્દ્રીત.. હાલ સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે.. પીયત વાળા વિસ્તારોમાં  મળી રહેશે પાણી.. નર્મદામાં પાણી છોડવાનું રહેશે યથાવત...

2... ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ મુદ્દે ,  રાજ્ય સરકાર કટિબદ્ધ  હોવાનું જણાવતા ,મુખ્યમંત્રી વિજય રૂપાણી- કહ્યું જરૂરી બનતા પ્રયત્નો સાથે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે..

3... પાંચ કરોડ રૂપિયાનાં ખર્ચે,  ચોટિલામાં બનશે,  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું મ્યુઝિયમ... મેઘાણીની 125મી જયંતિ અંતર્ગત ગાંધીનગર ખાતે , મહાત્મા મંદિરમાં યોજાયેલા , 'કસુંબીનો રંગ ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન , મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત... રાજ્યભરમાં સાહિત્ય પ્રેમીઓ સહિત , લોકોએ ઉજવણી કરીને  
ઝવેરચંદ મેઘાણીને કર્યા યાદ..

4.. કેન્દ્રીય ગૃહમંત્રી,  અમિત શાહ આજથી , ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે.. આજે અમદાવાદ ક્લેક્ટર કચેરી ખાતે , અધિકારીઓ સાથે યોજી બેઠક.. બેઠકમાં ગાંધીનગર લોકસભાના વિકાસ કામોની કરી સમીક્ષા .. સાથે જ,  સરકારી યોજનાઓને ઝડપ થી લોકો સુધી પહોંચાડવા ,કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી ,તાકીદ..

5---પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે જલિયાવાલા બાગ સ્મારક ના , પુનઃનિર્માણ પામેલા પરિસરને , રાષ્ટ્રને કરશે સમર્પિત.. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી, નિર્મિત સંગ્રહાલય સહિત , બનાવાયેલી આધુનિક સુવિધાઓનું પણ કરશે , લોકાર્પણ...

6.. કેન્દ્રીય ગૃહમંત્રાલયે,  રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ને,  કોરોના પ્રોટોકોલ નું પાલન કરવા અંગે કર્યા નિર્દેશ.. ગૃહ સચિવે ,પત્ર લખીને કહ્યુ, તહેવારો દરમિયાન ભીડ ન થાય તે માટે રાજ્ય સરકારો ઉઠાવે પગલા.. તો બીજી તરફ દેશમાં ચાલી રહેલાં , કોરોના રસીકરણના મહાઅભિયાન માં સર્જાયો , વધુ એક વિક્રમ... એક જ દિવસમાં 1 કરોડ 3 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ.. . તો છેલ્લાં , 24 કલાકમાં નોંધાયા દેશ માં , કોરોનાના નવા 46 હજાર 759 કેસ, જ્યારે ગુજરાત માં , શુક્રવારે નોંધાયા માત્ર,  13 કેસ..

7--- દેશના કરોડો જરૂરિયાતમંદ લોકોને આર્થિક રાહત આપતી કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જન-ધન યોજનાના 7 વર્ષ પૂર્ણ.. તમામ લોકો સુધી બેન્કિગ સુવિધા પુરી પાડવાના હેતુથી, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો કરાવ્યો હતો શુભારંભ...

8--- કાબુલ હુમલાને લઈને અમેરિકાએ કરી મોટી કાર્યવાહી... અફઘાનિસ્તાનના નાગર-હર પ્રાંતમાં આતંકવાદી સંગઠન ISIS-K પર કર્યો ડ્રોન હુમલો... ISIS-K પરના હુમલામાં ષડયંત્રકારીના મોતનો પણ અમેરિકાએ કર્યો દાવો... સાથે જ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી લોકોને હટી જવા માટે કરી  તાકીદ... તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રધાનમંત્રી સાથે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે કરી વાત...

9---ગુજરાતમાં પહેલીવાર મળી આવ્યા કીટકભક્ષી અને માંસાહારી છોડ.... ગિરનારના ડુંગરાળ જંગલો આ છોડ માટે છે અનુકૂળ... માત્ર 4 સેન્ટિમીટરના આ છોડ પર જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંશોધકોની ટીમ , કરી રહી છે વધુ Research ....
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply