Skip to main content
Settings Settings for Dark

National | Gujarat | PM | CoronaUpdate | Taliban | Samachar @4PM | 16-08-21

Live TV

X
Gujarati

1... તાલિબાને કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની ઘેરાબંધીની સાથે જ અફઘાનિસ્તાન પર કર્યો કબજો... કહ્યું લડાઈ થઈ સમાપ્ત.. રાષ્ટ્રપતિ અશરફ ગની સહિતના નેતાઓએ દેશ છોડીને કર્યુ પલાયન... જ્યારે દેશ છોડીને જવા માંગતા લોકોનો પણ કાબુલના હવાઈમથક પર ધસારો... તો અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદની આજે ઈમરજન્સી બેઠક...

2... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકસમાં દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે કરી મુલાકાત... વિજેતા ખેલાડીઓને પ્રધાનંત્રીએ કર્યા સન્માનિત..

3... કૃતજ્ઞ રાષ્ટ્ર આજે ભારતરત્નથી સન્માનિત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ત્રીજી પૂણ્યતિથિએ કરી રહ્યું છે નમન... રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ  અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી રાજનેતાઓએ નવી દિલ્હીમાં તેમના સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ...

4... ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત.. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આજથી આ યાત્રાની કરી રહ્યાં છે શરૂઆત.. કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ અમદાવાદથી , દર્શનાબેન જરદોશે કરમસદથી અને દેવુસિહ ચૌહાણે અંબાજીથી કરાવ્યો યાત્રાનો શુભારંભ...

5... કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આજે કેરળની મુલાકાતે... મુખ્યમંત્રી પીનારાઈ વિજયન સાથે પણ કરશે ચર્ચા... કેરળમાં રવિવારે નોંધાયા હતાં કોરોનાના 18 હજારથી વધુ નવા  કેસ... જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 32 હજાર 937 નવા કેસ - 417 લોકોના થયા મૃત્યુ...

6...  કોરોના રસીકરણમાં ગુજરાત દેશમાં મોખરે... અત્યાર સુધીમાં 4 કરોડ નાગરિકોએ કરાવ્યું રસીકરણ... તો બીજી લહેર દરમિયાન કોરોનાની સારવાર માટે પરિવર્તિત કરાયેલ રાજ્યભરની હોસ્પિટલ્સની તમામ કામગીરી ફરી કરવામાં આવી શરૂ... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ લોકોને રસીકરણ માટે કરી અપીલ..

7... ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો...  ગઈકાલે માત્ર એકજ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ પૂરા પડાયા...  ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું, ગત વર્ષે ૯.૩ કરોડ દૈનિક વીજ વપરાશ યુનિટસ કરતા આ વખતે એક કરોડ યુનિટનો કરાયો વધારો...

8... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયામાં સ્વતંત્રતા દિવસથી રેડિયો યુનિટી 90 FMની થઈ શરૂઆત...આદિવાસી યુવક-યુવતીઓ હવે રેડીયો જોકી બનીને પ્રવાસીઓને માર્ગદર્શનની સાથે આપશે મનોરંજન..
  
9... શેરબજારમાં આજે સેંસેક્સ અને નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ..  દિવસના અંતે BSEનો  સેંસેક્સ 145 અંક વધીને 55 હજાર 583 પર તો NSEનો નિફ્ટી 34 અંકના ઉછાળા સાથે 16 હજાર 563 પર રહ્યો બંધ... આજે મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં જોવા મળ્યો ઉછાળો.

10... ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે 6 વિકેટના નુકસાને 181 રનના સ્કોર સાથે આગળ રમવાની કરી શરૂઆત... ભારતે 7 વિકેટ ગુમાવીને કર્યા 194 રન.. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply