Submitted by developer on
1.... પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિન પર દેશમાં રેકોર્ડબ્રેક રસીકરણ.... 2 કરોડ લોકોને એક જ દિવસમાં અપાઈ કોરોનાની રસી... કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું, રસીકરણમાં નવો કીર્તિમાન પ્રધાનમંત્રી માટે સૌથી મોટી જન્મદિવસની ભેટ.... મનસુખ માંડવિયાએ આરોગ્યકર્મીઓનું મોં કરાવ્યું મીઠું... 1 કરોડ નો લક્ષ્યાંક ,દેશે ચોથી વખત કર્યો પૂર્ણ....
2---રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે સાત વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસીથી કરાયા સુરક્ષિત....રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે યોજાઈ વેક્સિનેશન મેગા ડ્રાઈવ...આજે રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે મેગા ડ્રાઈવ...
3... અમદાવાદમાં હવે સાર્વજનિક સ્થળોએ પ્રવેશ માટે વેક્સિન કરાવાઈ ફરજિયાત... કાંકરિયા. રિવરફ્રંટ, કોર્પોરેશન કાર્યાલય જેવા સ્થળોના એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિનનું સર્ટી કરાશે ચેક... તો BRTS અને AMTS ની મુસાફરી માટે પણ રસી ફરજિયાત... શહેર કમિશ્નરે ટ્વિટ કરી આપી માહિતી...
4... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની દેશભરમાં કરાઈ ઉજવણી...17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ,ભાજપ, દેશભરમાં ચલાવશે સેવા સમર્પણ અભિયાન...તો, રાજ્યમાં પ્રધાનમંત્રીના 71માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં સેવા સમર્પણ દિવસ હેઠળ લાભાર્થીઓને અપાઈ સહાય....
5...પ્રધાનમંત્રીના 71માં જન્મદિન નિમિતે 'ગરીબોની બેલી સરકાર' અન્વયે રાજ્યભરમાં 400થી વધુ સ્થળોએ સેવા સમર્પણ કાર્યક્રમનું આયોજન...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ હિતકારી સેવા કાર્યક્રમનો અમદાવાદથી કરાવ્યો પ્રારંભ...તો, સત્ય સાંઈ હોસ્પિટલના 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી માટે મુખ્યમંત્રીએ રૂપિયા 25 લાખનો ચેક કર્યો અર્પણ...
6... હવે કોરોનાની દવા પર નહીં લાગે GST... 31 ડિસેમ્બર, 2021 સુધી આ છૂટછાટ રહેશે લાગુ.... GST કાઉન્સિલની 45 મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો....તો કેન્સરની દવાઓ પર પણ GST 12 ટકામાંથી ઘટાડી 5 ટકા કરાઈ... નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી...
7... કેન્દ્રીય પરિવહન મંત્રી ,નીતિન ગડકરી ભરુચ ખાતે 1320 કિમી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની કામગીરીનું કર્યું નિરીક્ષણ...કહ્યું, ગુજરાત છે દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર.... રાજયમાં આશરે 5 હજાર કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ ની અનેક યોજનાઓ થઈ રહી છે કાર્યરત...
8.... અમદાવાદ સિવિલ હોસ્પિટલને ઈતિહાસમાં પ્રથમવાર બની ઘટના... બ્રેઈનડેડ દર્દીના હદયને ગ્રીન કોરિડોર થકી સિવિલથી સિમ્સ હોસ્પિટલ પહોંચાડાયું.... જૂનાગઢના દર્દીનું હદય મોરબીના હદયના દર્દીમાં ધબક્યું... અન્ય 4 અંગોના દાનથી 4 અન્ય દર્દીઓને પણ મળ્યું નવજીવન..