Skip to main content
Settings Settings for Dark

અનુરાગ સિંહ ઠાકુરે આગામી 2 મહિનામાં 1000 ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી

Live TV

X
  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આગામી બે મહિનામાં ખેલો ઈન્ડિયા યોજના હેઠળ દેશભરમાં એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી છે. અનુરાગ ઠાકુરે ગઈકાલે નાગપુરના યશવંત સ્ટેડિયમ ખાતે રમતોત્સવની છઠ્ઠી આવૃત્તિ ‘ખાસદાર ક્રિડા મહોત્સવ’ નું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત હતા. અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યુ કે, કેન્દ્ર સરકારે રમતગમતનું બજેટ 800 કરોડથી વધારીને ત્રણ હજાર બસો કરોડ રૂપિયા કર્યું છે. આ 17 દિવસીય રમતોત્સવમાં 60 રમતોનો સમાવેશ થશે જે નાગપુર શહેરના 66 મેદાનો પર રમાશે અને એક કરોડ પાત્રીસ લાખ રૂપિયાથી વધુના ઈનામોનું પણ વિતરણ કરવામાં આવશે. આમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને એક વર્ષ માટે 2 લાખ રૂપિયાનું વીમા કવચ પણ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply