અમેરિકામાં પણ લોકો અમુલ દૂધનો સ્વાદ માણી શકશે, અમેરિકન મિશિગન સ્ટેટની ડેરી સાથે થયા MOU
Live TV
-
અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને અમેરિકનો હવે અમુલ દૂધનો સ્વાદ માણી શકશે. અમુલ ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમુલને દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બનાવવાની વાત કરી હતી. ત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમેરિકાના મિશિગન સ્ટેટની ડેરી સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અમેરિકામાં અમુલ દૂધનું ઉત્પાદન કરી સ્થાનિક ધોરણે વેચવામાં આવશે. હાલના ધોરણે રાજ્યમાં જ દુધનું પેકેજિંગ કરી અમેરિકા મોકલવામાં આવશે.