અમેરિકા યુદ્ધ બંધ કરશે તો જ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાંથી જહાજો સુરક્ષિત નીકળશે: ઈરાની વિદેશમંત્રી
Live TV
-
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર 'સંપૂર્ણ સૈન્ય વિજય' અને હોર્મુઝની સામુદ્રધુની પર કબજો હોવાના દાવા વચ્ચે ઈરાને વળતો રાજદ્વારી દાવ ખેલ્યો છે. ઈરાનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે જો અમેરિકા તેની સામેનું યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરી દે, તો તેઓ આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી તમામ વ્યાપારી જહાજોને સુરક્ષિત પસાર થવાની ગેરંટી આપવા તૈયાર છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર 'સંપૂર્ણ સૈન્ય વિજય' અને હોર્મુઝની સામુદ્રધુની પર કબજો હોવાના દાવા વચ્ચે ઈરાને વળતો રાજદ્વારી દાવ ખેલ્યો છે. ઈરાનના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે જો અમેરિકા તેની સામેનું યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરી દે, તો તેઓ આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી તમામ વ્યાપારી જહાજોને સુરક્ષિત પસાર થવાની ગેરંટી આપવા તૈયાર છે. 'દૂરદર્શન' (Doordarshan) સાથેની વિશેષ વાતચીતમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ (Abbas Araghchi) આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવરના મુદ્દાનો એકમાત્ર ઉકેલ એ જ છે કે અમેરિકા ઈરાન વિરુદ્ધ છેડેલું આક્રમક યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરે. જો યુદ્ધ બંધ થશે, તો અમે દરેક વ્યાપારી જહાજને સુરક્ષિત માર્ગ આપવાની ગેરંટી આપીશું.
ફેબ્રુઆરીથી સળગી રહ્યું છે યુદ્ધ: જાણો અત્યાર સુધી શું થયું?
આ વૈશ્વિક સૈન્ય તણાવની શરૂઆત ૨૮ ફેબ્રુઆરીના રોજ થઈ હતી, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:અમેરિકા-ઈઝરાયેલનો હુમલો: ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા હતા. આ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઈરાનનો વળતો પ્રહાર: આ હુમલાના જવાબમાં ઈરાનની સેના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ મોટા પાયે વળતો ઓપરેશન શરૂ કર્યું હતું. ઈરાને સીધો ઈઝરાયેલ પર હુમલો કરવા ઉપરાંત બહેરીન, જોર્ડન, ઈરાક, કતાર, કુવૈત, UAE અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને પણ મિસાઈલોથી નિશાન બનાવ્યા હતા.
જળમાર્ગ કરાયો હતો બંધ: આ હુમલાઓ પછી તરત જ ઈરાને મોટું કદમ ઉઠાવતા અમેરિકા, ઈઝરાયેલ અને આ યુદ્ધમાં તેમને સાથ આપનારા દેશોના જહાજો માટે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી.
વૈશ્વિક અર્થતંત્ર માટે કેમ મહત્વનું છે ઈરાનનું આ નિવેદન?
હોર્મુઝની સામુદ્રધુની એ સમગ્ર વિશ્વમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના સપ્લાય માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. દુનિયાભરનો આશરે ત્રીજા ભાગનો ઓઈલ વેપાર અહીંથી જ થાય છે. ભારતીય મીડિયા માધ્યમથી ઈરાને આ નિવેદન આપીને વિશ્વ સમક્ષ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે વૈશ્વિક આર્થિક સંકટ અને તેલના પુરવઠાને જો કોઈ રોકી રહ્યું હોય તો તે અમેરિકાનું આક્રમક વલણ છે. હવે દડો અમેરિકાના કોર્ટમાં છે કે તે યુદ્ધવિરામ કરીને આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ખુલ્લો કરાવે છે કે યુદ્ધ ચાલુ રાખે છે.
