Skip to main content
Settings Settings for Dark

અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ બાદ નવનિર્મિત મંદિર આજથી લોકો માટે ખુલ્લું મુકાયું

Live TV

X
  • અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ બાદ નવનિર્મિત મંદિર આજથી લોકો માટે ખુલ્લું મુકાયું છે. પૂજા માટે આજે સવારે 3 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ જામી રહી છે. અયોધ્યામાં ગઈકાલે એક ભવ્ય સમારોહમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજારીઓ સાથે મુખ્ય ધાર્મિક વિધિઓ કરી હતી.

    રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

    વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 'પ્રાણ પ્રતિષ્ઠા' વિધિ કર્યા બાદ રામ લલ્લાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply