અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ, ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી
Live TV
-
બુધવારે બપોરે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી.
અરુણાચલ પ્રદેશમાં 11:51 અને 31 સેકન્ડે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં જમીનથી લગભગ 10 કિલોમીટર નીચે સ્થિત હતું. ભૂકંપનું કેન્દ્ર 27.09 ઉત્તર અક્ષાંશ અને 92.06 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપને કારણે ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
