આંતરાષ્ટ્રીય યોગ દિવસના 75 દિવસના કાઉન્ટ ડાઉન અંતર્ગત આસામના ડિબ્રુગઢમાં યોજાયો યોગ મહોત્સવ
Live TV
-
ડિબ્રુગઢ વિશ્વ વિધ્યાલયમાં આયોજીત યોગ મહોત્સવનું કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્યુ ઉદ્ધાટન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 75 દિવસના કાઉન્ટડાઉન અંતર્ગત આસામના ડિબ્રુગઢમાં યોગ મહોત્સવ યોજાયો હતો. ડિબ્રુગઢ વિશ્વવિદ્યાલયમાં આયોજીત યોગ મહોત્સવનું ઉદઘાટન કરતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યુ હતું કે યોગના પ્રચાર પ્રસાર માટે પ્રધાનમંત્રી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દરેકના આંગણામાં યોગનો વાસ હોવો જરૂરી છે. તેમણે તમામને યોગ સાથે જોડાઇ જવા આહ્લવાન કર્યુ હતું. આ યોગ મહોત્સવમાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણેક સાહા, અરૂણાચલ અને મેઘાલયના નાયબ મુખ્યમંત્રીઓ અને પૂર્વોત્તર રાજ્યોના મંત્રીઓ પણ સામેલ થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ પણ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા.
