Skip to main content
Settings Settings for Dark

આકરી ગરમી વચ્ચે PM મોદીનું આહવાન, 'પોતાની સાથે પશુ-પક્ષીઓ અને વડીલોનું ધ્યાન રાખજો'

Live TV

X
  • દેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને આકરી ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને સતર્ક રહેવા અને એકબીજાની સંભાળ રાખવા માટે ભાવુક અપીલ કરી છે.

    દેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે અને આકરી ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને સતર્ક રહેવા અને એકબીજાની સંભાળ રાખવા માટે ભાવુક અપીલ કરી છે.

    હાઈડ્રેશન અને સાવચેતી પર ભાર
    વડાપ્રધાન મોદીએ લોકોને સલાહ આપી છે કે, "આકરી ગરમીમાં જેટલી સાવધાની રાખી શકાય તેટલી રાખવી અત્યંત જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પોતાને હાઈડ્રેટ રાખો અને જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે પાણી સાથે રાખવાનું ભૂલશો નહીં."

    માનવતા અને સંવેદનાનો સંદેશ
    પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી કઠિન પરિસ્થિતિમાં તમારી સંવેદનશીલતા કોઈના માટે મોટો સહારો બની શકે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે:

    તરસ્યાને પાણી: જો શક્ય હોય તો કોઈપણ તરસ્યા વ્યક્તિને એક ગ્લાસ પાણી જરૂર આપો.

    જલસેવા: જે લોકો પોતાના ઘર કે દુકાન બહાર પાણીના માટલા રાખે છે, તેમની સેવાભાવનાને વડાપ્રધાને બિરદાવી હતી.

    વડીલોની સુરક્ષાનો ખાસ ખ્યાલ
    વડાપ્રધાને યુવાનોને અપીલ કરતા કહ્યું હતું કે, "તમારા માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાનીને ફોન કરીને તેમનો હાલચાલ અચૂક પૂછો. તેમને આકરી તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને પૂરતો આરામ કરવાની સલાહ આપો."

    પશુ-પક્ષીઓ પ્રત્યે કરુણા
    માનવીઓની સાથે સાથે મૂંગા પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવા પર પણ પીએમ મોદીએ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, "આ પ્રચંડ ગરમીમાં પોતાના ઘર, બાલ્કની, છત, દુકાન કે ઓફિસની બહાર પાણી ભરેલું એક નાનું વાસણ મૂકવું એ કોઈ તરસ્યા પક્ષી માટે જીવનદાન સમાન બની શકે છે. ચાલો, આ કઠિન દિવસોમાં એકબીજાની સંવેદનશીલતા અને કરુણા સાથે સંભાળ રાખીએ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
apply