આગામી 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે સંસદનું ખાસ સત્ર
Live TV
-
સંસદના આ ખાસ સત્રમાં પાંચ બેઠકો મળશે.
આગામી 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું ખાસ સત્ર યોજાશે. આ સત્રમાં પાંચ બેઠકો મળશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મિડિયા મારફતે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદીના અમૃતકાળમાં સરકાર સંસદમાં ફળદાયી ચર્ચા થાય તેવું ઇચ્છે છે. અગાઉ 20 જુલાઈના રોજ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું હતું અને 11 ઓગસ્ટના રોજ પૂર્ણ થયું હતું. ચોમાસુ સત્રમાં 23 બિલ પસાર કરવામાં આવ્યા. જેમાં ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા બિલ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સેવાઓ સંશોધન બિલ શામેલ છે.
