આજથી થનારી બેંક હડતાળ મોકૂફ
Live TV
-
આજથી થનારી બેંક હડતાળ મોકૂફ
આજથી શરૂ થનારી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ મોડી રાત્રે થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે સકારાત્મક ચર્ચા અને કરાર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, જેના કારણે દેશભરમાં બેંકિંગ વ્યવહારો રાબેતા મુજબ ચાલુ રહેશે.
તમામ શનિવાર અને રવિવાર રજા જાહેર કરવાની લાંબા સમયથી ચાલી આવતી માંગ પર ચર્ચા કરવા માટે IBA અને UFBU દ્વારા તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને વ્યાપક ઉકેલ લાવશે. અધિકારીઓ માટેની PLI યોજના અને તેના સંબંધિત મુદ્દાઓ પર પણ ફેરવિચારણા કરવા તથા જરૂરી સુધારા લાવવા માટે સહમતિ સધાઈ છે. કર્મચારીઓના અન્ય પ્રશ્નો અને અગાઉના કરાર મુજબના બાકી રહેલા મુદ્દાઓનું પણ ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે.
ગ્રાહકો માટે રાહત:
હડતાળ સદંતર પાછી ખેંચી લેવા / મુલતવી રાખવામાં આવવાથી દેશભરની તમામ બેંકોની શાખાઓ, એટીએમ (ATM) સેવાઓ, કેશ ડિપોઝિટ, ચેક ક્લિયરન્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન (UPI/Net Banking) યથાવત અને સુરક્ષિત રીતે કાર્યરત રહેશે.
