Skip to main content
Settings Settings for Dark

આજથી સંસદનું ચોથું અને અંતિમ સપ્તાહ શરૂ, બંને ગૃહોમાં મહત્ત્વપૂર્ણ વિધેયક સૂચિબદ્ધ

Live TV

X
  • લોકસભામાં ખાણ અને ખનિજ, કેરલ નામ પરિવર્તન , ટ્રિબ્યૂનલ વિધેયક યાદીબદ્ધ.

    આજથી સંસદના ચોમાસું સત્રના ચોથા અને અંતિમ સપ્તાહની શરૂઆત થઈ રહી છે. આજે બંને ગૃહોમાં મહત્વના વિધેયક રજૂ કરી વિચારણા તથા પસાર કરવા માટે સૂચિબદ્ધ છે. લોકસભામાં આજે ચાર વિધેયક ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક 2026, કેરળ નામ પરિવર્તન વિધેયક 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. ટ્રિબ્યુનલ સુધારા વિધેયક દ્વારા વિવિધ ટ્રિબ્યુનલના અધ્યક્ષો અને સભ્યોની યોગ્યતા, નિમણૂક, સેવાની શરતો અને કામકાજમાં કાર્યક્ષમતા, સ્વતંત્રતા, પારદર્શિતા અને એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક દ્વારા ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન અધિનિયમ 1957માં સુધારા કરવામાં આવશે. લોકસભામાં કેરળ રાજ્યનું નામ બદલવા અંગેનું વિધેયક ‘કેરળ નામ પરિવર્તન વિધેયક 2026’ રજૂ કરવામાં આવશે. આ સાથે જ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. વિધેયક દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં સુધારા થશે.

    રાજ્યસભામાં આજે બે વિધેયક વિચારણા માટે સૂચિબદ્ધ છે. ઉચ્ચ ગૃહમાં બેંકર બુક એવિડન્સ વિધેયક 2026 અને કરવેરા તથા અન્ય વિધેયક સુધારા વિધેયક 2026 પર વિચાર કરવામાં આવશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસ્તાવિત બેંકર બુક એવિડન્સ વિધેયક દ્વારા બેંકરોની હિસાબ-કિતાબ સંબંધિત પુરાવા માટે કાયદો બનાવવા અને તેને આજના ડિજિટલ બેંકિંગના સમયને અનુરૂપ બનાવવા તથા તેની સાથે જોડાયેલા બાબતોને અનુરૂપ બનાવવાનો પ્રસ્તાવ છે. તો,, કરવેરા અને અન્ય વિધેયક સુધારા વિધેયક 2026 દ્વારા ચુકવણી અને પતાવટ પ્રણાલી અધિનિયમ 2007, અને આવકવેરા અધિનિયમ 2025 તથા નાણા અધિનિયમ 2026માં સુધારાનો પ્રસ્તાવ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
apply