Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

Live TV

X
  • આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. દેશના વિકાસમાં વૈજ્ઞાનિકોના યોગદાનને ચિહ્નિત કરવા અને ઓળખવા માટે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1928માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર. તેમના કાર્ય માટે સી.વી. રામનને 1930માં ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલી વખત હતું જયારે કોઈ ભારતીયને વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય.

    આ વર્ષની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સંકલિત અભિગમ’ છે.

    રામન અસર એટલે શું?

    રામન અસર જણાવે છે કે જયારે પારદર્શક સામગ્રીમાંથી પસાર થાય છે , ત્યારે તે સમય દરમિયાન પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર થાય તે છે , જયારે પ્રકાશની તરંગ પ્રવાહીમાંથી બહાર આવે છે , ત્યારે આ પ્રકાશ તરંગનો અમુક ભાગ એ દિશામાં પ્રસરે છે જે આવનારી પ્રકાશ તરંગની દિશાથી અલગ છે. ૧૯૩૦ માં તેમને પ્રકાશના ક્ષેત્રમાં કામ કરવા બદલ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યો. પ્રકાશ ક્ષેત્રે તેમનું કાર્ય હજી પણ ઘણા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે.

    ‘રામન સ્પેકટ્રોસ્કોપી’ પદાર્થને ઓળખવા માટે વિશ્વભરના કેમિકલ લેબ્સમાં વપરાય છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં , તેનો ઉપયોગ કોષો અને પેશીઓ પર સંશોધન અને કેન્સરની તપાસ માટે થાય છે. રામન સ્પેકટ્રોસ્કોપીએ મિશન ચંદ્રયાન દરમિયાન ચંદ્ર પરના પાણીની શોધમાં પણ ફાળો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply