આજે 17મો સિવિલ સેવા દિવસ, PM મોદી લોક સેવકોને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી ઉત્કૃષ્ટ કાર્યો માટે અધિકારીઓને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે...PM મોદી સતત સાતમી વખત લોકસેવા દિવસ પર અધિકારીઓને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે દેશભરના લોક સેવકોને સંબોધિત કરશે. આ સતત સાતમી વાર છે, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસેવા દિવસ પર અધિકારીઓને સંબોધિત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી સમગ્ર વિકાસ અને નવાચારો પર પુસ્તકોનું વિમોચન કરશે. પ્રસંગે નવી દિલ્હીમાં નાગરિક કર્મચારીઓને સંબોધન કરશે. જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ પણ આપશે.
આ વર્ષે આ એવોર્ડ મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સેવા, ડીજીટલ સાશન અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલ છે. પ્રધાનમંત્રી દ્વારા જીલ્લાઓના સમગ્ર વિકાસ તેમજ અન્ય બાબતો માટે સિવિલ સેવકોને 16 પુરસ્કારો આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેશભરના લોક સેવકોને નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત રહેવા, લોક સેવા માટે પ્રતિબદ્ધ રહેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.