Skip to main content
Settings Settings for Dark

આજ રોજ મા દુર્ગાના બીજા સ્વરૂપ 'મા બ્રહ્મચારિણી'ની પૂજા-અર્ચના

Live TV

X
  • શારદીય નવરાત્રી 2026: આજ રોજ મા દુર્ગાના બીજા સ્વરૂપ 'મા બ્રહ્મચારિણી'ની પૂજા-અર્ચના, દેશભરમાં ઉત્સાહનો માહોલ

    શારદીય નવરાત્રીનો આજે બીજો દિવસ છે અને સમગ્ર દેશમાં પર્વની હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે ઉજવણી થઈ રહી છે. નવરાત્રીના આ પવિત્ર દિવસે વિધિ-વિધાન સાથે મા દુર્ગાના 'બ્રહ્મચારિણી' સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાત્રે ગરબાની રમઝટ અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની વિશેષ ધૂમ જોવા મળી રહી છે.

    મા બ્રહ્મચારિણીની પૂજાનું મહત્ત્વ
    હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, મા બ્રહ્મચારિણીને તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમની દેવી માનવામાં આવે છે. એવું વિશ્વાસ કરવામાં આવે છે કે તેમની સાચા મનથી પૂજા કરવાથી સાધકોને ધૈર્ય, અડગ આત્મબળ અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

    મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
    નવરાત્રીના બીજા દિવસે દેશભરના માતાજીના મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. ભક્તો મા બ્રહ્મચારિણીને ફૂલ, ફળ, અક્ષત અને વિશેષ પ્રસાદ અર્પણ કરીને તેમની આરાધના કરી રહ્યા છે. આજના દિવસે ભક્તો દ્વારા પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર ખુશહાલીની કામના કરવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply