આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલ આતંકી હુમલા સામે કડક કાર્યવાહી કરવા આહવાન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલ આતંકી હુમલા સામે કડક કાર્યવાહી કરવા આહવાન કર્યું છે. બિહારના મધુબની ખાતે આયોજીત પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજીત સભામાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશ આ દુઃખના સમયમાં પિડીત પરિવારો સાથે ઉભો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે, જેમણે આ હુમલાનું કાવતરું ઘડ્યું છે, તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ગયો છે. આતંકવાદ ભારતની ભાવનાને તોડી શકશે નહીં. પ્રધાનમંત્રીએ આતંકીઓને ચેતવણી આપતા કહ્યું કે, આતંકવાદીઓના બાકી રહેલા ઠેકાણાઓનો નાશ કરવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ આતંકવાદી માસ્ટર્સની કમર તોડી નાખશે.