Skip to main content
Settings Settings for Dark

આરએસએસની શતાબ્દીએ પ્રધાનમંત્રી મોદીએ સ્વયંસેવકોને બિરદાવ્યા, 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાથી કર્યું રાષ્ટ્રનિર્માણ

Live TV

X
  • વિજયાદશમીના પાવન અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયંસેવકોની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે "રાષ્ટ્ર પ્રથમ"ની ભાવના સાથે પોતાનું જીવન દેશ નિર્માણ માટે સમર્પિત કર્યું છે.

    પ્રધાનમંત્રીએ એક વિસ્તૃત બ્લોગ પોસ્ટમાં લખ્યું, "સો વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. આ કોઈ બિલકુલ નવું નિર્માણ નહોતું, પરંતુ ભારતની સનાતન રાષ્ટ્રીય ચેતનાનું જ એક નવું સ્વરૂપ હતું, જે સમય-સમય પર પડકારોનો સામનો કરવા માટે પ્રગટ થતી રહી છે. આપણા સમયમાં સંઘ તે જ રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. અમારી પેઢીના સ્વયંસેવકો માટે આ સૌભાગ્ય છે કે અમે સંઘની શતાબ્દી જોઈ રહ્યા છીએ." તેમણે સંઘના સંસ્થાપક ડો. કે.બી. હેડગેવારને નમન કર્યા અને તમામ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી.

    સંઘનો મંત્ર: 'વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'

    પ્રધાનમંત્રીએ સંઘની ભૂમિકા સમજાવતા કહ્યું કે જેમ નદીઓ દરેક ક્ષેત્રને સમૃદ્ધ કરે છે, તેમ જ સંઘે શિક્ષણ, કૃષિ, સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને જનજાતીય કલ્યાણ જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરીને રાષ્ટ્રને નવી દિશા આપી છે. તેમણે કહ્યું કે, "સંઘનો મંત્ર હંમેશા એક જ રહ્યો છે- રાષ્ટ્ર પ્રથમ."

    પ્રધાનમંત્રીને લખ્યું કે સંઘની સ્થાપનાથી જ તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણ રહ્યો છે અને તેના માટે તેણે "વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ"નો માર્ગ પસંદ કર્યો. તેમણે દૈનિક શાખાને એક અનન્ય સાધન ગણાવ્યું, જ્યાંથી દરેક સ્વયંસેવક "હું" થી "અમે"ની યાત્રા શરૂ કરે છે અને વ્યક્તિગત રૂપાંતરણથી સમાજ તથા રાષ્ટ્રની સેવા કરે છે.

    ઇતિહાસમાં સંઘનું યોગદાન અને સામાજિક સમાનતા

    ઇતિહાસની ભૂમિકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "સંઘની સ્થાપનાના સમયથી જ તેણે રાષ્ટ્રને પોતાની પ્રાથમિકતા માની. ડો. હેડગેવાર અનેક સ્વયંસેવકો સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે સામેલ થયા. ડો. હેડગેવાર ઘણીવાર જેલ પણ ગયા. વિભાજનના સમય અને અન્ય આપત્તિઓમાં પણ સંઘે સેવા અને રાહત કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું."

    સામાજિક બદીઓ સામે સંઘની લડાઈનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "જાતિગત ભેદભાવ અને અછૂત પ્રથા જેવી સમસ્યાઓ સામે સંઘ હંમેશા મક્કમ રહ્યો. પૂજ્ય બાળાસાહેબ દેવરસજીએ કહ્યું હતું કે જો અછૂત પ્રથા ખોટી નથી, તો દુનિયામાં કંઈપણ ખોટું નથી. આજે મોહન ભાગવતજીએ 'એક કૂવો, એક મંદિર અને એક સ્મશાન'ની વાત કરીને સમાજને એકજૂટ કરવાનું આહ્વાન કર્યું." સેવા ભારતી, વિદ્યા ભારતી, એકલ વિદ્યાલય અને વનવાસી કલ્યાણ આશ્રમ જેવી સંસ્થાઓને તેમણે આદિવાસી સમાજને સશક્ત બનાવનારા સ્તંભ ગણાવ્યા.

    વિકસિત ભારત તરફ અને પંચ પરિવર્તન

    વર્તમાન પડકારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે આજે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ વિદેશી નિર્ભરતા, એકતા તોડવાના ષડયંત્રો અને ઘૂસણખોરી જેવા પડકારો સામે છે. તેમણે કહ્યું કે સરકાર આનો સામનો કરી રહી છે અને સંઘે પણ આનાથી નિપટવા માટે નક્કર રોડમેપ તૈયાર કર્યો છે.

    પ્રધાનમંત્રીએ સંઘના "પંચ પરિવર્તન"નો પણ ઉલ્લેખ કર્યો:

    1. સ્વ-બોધ (વસાહતી માનસિકતા છોડી સ્વદેશી અપનાવવું)
    2. સામાજિક સમરસતા (વંચિત વર્ગો માટે ન્યાય અને સમાનતા)
    3. કુટુંબ પ્રબોધન (પારિવારિક મૂલ્યોને મજબૂત કરવા)
    4. નાગરિક શિષ્ટાચાર (નાગરિક ફરજોનું પાલન)
    5. પર્યાવરણ સંરક્ષણ (ભવિષ્યની પેઢીઓ માટે પ્રકૃતિની રક્ષા)

    તેમણે કહ્યું કે આ સંકલ્પોના માર્ગદર્શનમાં સંઘ પોતાની બીજી શતાબ્દીની યાત્રા શરૂ કરી રહ્યું છે અને 2047સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply