Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રાલય તરફથી ઉનાળામાં થતી બિમારી માટેની રાષ્ટ્રીય કાર્ય યોજનાની જાહેરાત

Live TV

X
  • આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઉનાળાની ઋતુમાં લૂ ને લગતા રોગો માટેની રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરી છે. આરોગ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અગ્રસચિવોને પત્ર પાઠવીને આ જાણકારી આપી હતી. તેમણે આબોહવામાં પરિવર્તન અને માનવ આરોગ્ય અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ લૂ ને લગતા રોગોને રોકવા અસરકારક પગલાં લેવાના નિર્દેશ બધા રાજ્યોને આપ્યા છે. રાજેશ ભૂષણે આજે પહેલી માર્ચથી લૂ ને લગતાં રોગો અંગે દૈનિક ધોરણે નોંધ રાખવાની સૂચના પણ આપી છે. ગરમીમાં થતી બિમારીઓ દૂર કરવા માટે અસરકારક પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી છે. તમામ રાજ્યોને પર્યાપ્ત માત્રામાં જરૂરી દવાઓ, આઈસ પેક, ORS અને તમામ ઉપકરણોની ઉપલબ્ધતા માટે આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply