Skip to main content
Settings Settings for Dark

આસારામ કેસમાં આવ્યો ચૃકાદો, જોધપુરમાં કલમ 144 લાગુ કરાઇ

Live TV

X
  • પોલીસ અને સુરક્ષા દળોની કડ્ક પગલા, 378 લોકોની કરાઈ અટકાયત, 28મી એપ્રિલ સુધી રખાશે કસ્ટડીમાં.

    દુષ્કર્મ કેસના આરોપી આસારામ સામે જોધપુરમાં ચુકાદો આવનાર છે.  આવી સ્થિતિ તકેદારી રૂપે જોધપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અત્યાર સુધીમાં 378 લોકોની અટકાયત કરી છે. રાજસ્થાન પોલીસે સીઆરપીસીની કલમ 151 અને 107 અંદર્ગત આ લોકોને 28 એપ્રિલ સુધી કસ્ટડીમાં લીધા છે. અગાઉના કેસાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષાદળો દ્રારા પહેલા જ અટ્કાયતી પગલા લેવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા માટે આસારામના અનુયાયીઓ જોખમી માનતા જોધપુર પોલીસે કલમ 144 પણ લાગુ કરી દીધી છે. 

    જોધપુર સેન્ટ્રલ જેલમાં બુધવારે આસારામ સામે જાતિય સતામણી કેસમાં કોર્ટ ચુકાદો આપશે. જેના પગલે આખા જોધપુર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. આસારામના સમર્થકો આ ચુકાદા બાદ ઉપદ્રવ ન કરે એ ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના ખુણે ખુણે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. રેલવે સ્ટેશન પર પોલીસ અને રેલવે સુરક્ષા દળના જવાનો તૈનાત કરાયા છે. શહેરમાં આવવા જવાના રસ્તાઓ ટોલનાકા ઉપર સુરક્ષા વધારી દેવાઇ છે.

    શહેરમાં અવનારા વાહનો પર ચેકિંગ

    જોધપુર પોલીસની ટીમો શહેરમાં પ્રવેશ કરનારા રસ્તાઓ ઉપર તૈનાત છે. દરેક ટોલ પ્લાઝા ઉપર વાહનોને રોકી તપાસ કર્યા પછી આગળ જવા દેવામાં આવે છે.જોધપુર રેલવે સ્ટેશનમાં ઉપરાંત આજુબાજુના સ્ટેશનોમાં પણ રેલવે સુરક્ષા દળોની સુરક્ષા વધારાઇ છે. પોલીસના જવાનો પણ સ્ટેશન ઉપર તૈનાત કરાયા છે. જેથી આસારામના સમર્થકોની ભીડ શહેરમાં પ્રવેશ ન કરી શકે.

    આશ્રમો ઉપર પોલીસની વોચ

    જોધપુર શહેરમાં આસારામના બે આશ્રમ આવેલા છે. પોલીસે આ બંને આશ્રમો ઉપર પોલીસની વોચ ગોઠવી દીધી છે. આશ્રમની દેખરેખ કરનાર લોકો ઉપરાંત દરેક લોકોને આશ્રમમાંથી બહાર કરી દીધા છે.

    ત્રણ રાજ્યોમાં વધારવા આદેશ

    આ પરિસ્થિતિ વચ્ચે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં સુરક્ષા વધારે ચુસ્ત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મેસેજ રજૂ કર્યો છે કે, આ ત્રણ રાજ્યોમાં સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવે. આ સાથે એ સુનિશ્વિત કરવાનું કહ્યું છે કે, કોર્ટના આદેશ બાદ કોઇ હિંસા ન ભડકે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યોના સંવેદશીલ સ્થળો ઉપર વધારાના દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ત્રણે રાજ્યોમાં મોટી સંખ્યામાં આસારામના ભક્તો રહે છે.

    પીડિતાના ઘરે પણ વધારાઇ સુરક્ષા

    જણાવી દઇએ કે આસારામ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. આ યુવતી મધ્ય પ્રદેશની છિંદવાડાના આસારામના આશ્રમમાં અભ્યા કરી હતી. પીડિતાનો આરોપ છે કે, આસારામે જોધપુર નજીક મનઇ આશ્રમમાં તેને બોલાવી હતી અને 15 ઓગસ્ટ 2013માં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પીડિતાના ઘરે બે પોલીસ કર્મચારીની ડ્યુટી વધારી દેવાઇ છે. પીડિતાના ઘરની બહાર સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.

    આસારામ પરના આરોપો 

    20 ઓગષ્ટ 2013માં સગીરાએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો
    15 ઓગષ્ટ 2013માં ઇલાજના બ્હાને મળાઇ ફાર્મ હાઉસમાં કુકર્મ કર્યું
    20 ઓગષ્ટ 2013માં પીડિતના પરિવારે દિલ્હીના કમલાનગર પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
    31 ઓગષ્ટ 2013માં પોલીસે નોંધી ફરિયાદ

    આસારામની ખેલની રીત 

    સગીરા 14 ઓગષ્ટ સવારે જોધપુરના મળાઇ આશ્રમ પહોંચ્યા, આસારામ ઝાડ નીચે સત્સંગમાં બેઠા હતા. સત્સંગમાં આસારામ સામે 150 લોકો હતા. સાંજે આસારામ પીડિતાને મળ્યા.  આસારામે પીડિતાને કહ્યું ક્યાં ક્લાસમાં અભ્યાસ કરે છે. આસારામે કહ્યું તારે શું બનવું છે ? પીડિતાએ કહ્યું હતું કે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. આસારામે કહ્યું મોટો અધિકારીઓ મારી સામે નમે છે. તું બીએડ કરી શિક્ષિકા બની જા..ગુરૂકૂળમાં નોકરી લગાવી દઇશ. ગુરૂકૂળની પ્રિન્સિપાલ બનાવવાની લાલચ આપી. પીડિતા આસારામની લાલચને સમજી ન શકી. રાત્રે આસારામે અનુષ્ઠાનના નામે યુવતીને પોતાના રૂમમાં બોલાવી. યુવતીના માતા-પિતાને બહાર બેસાડ્યા હતા. આસારામે રૂમમાં લઇ જઇ યૌનશોષણ કર્યું.

    પુરાવા આ રીતે હટાવ્યા

    યૌનશોષણ કેસમાં આસારામ સરખો ફસાયો

    યૌનશોષણ કેસમાં પુરવા નષ્ટ કરવા, સાક્ષીઓને મારવાની કોશિશ કરાઇ

    મહેન્દ્ર ચાવલા આ કેસનો મુખ્ય સાક્ષી છે

    ચાવલા અદાલત સામે પોતાનું નિવેદન આપી ચુક્યો છે

    13 મે 2015માં પાનીપતમાં બે બાઇક સવારોએ ગોળીમારી હત્યા કરી નાંખી

    કૃપાલસિંહ નામના સાક્ષીનું 10 જુલાઇ 2014માં શાહજહાંપુરમાં ગોળી મારી હત્યા થઇ

    અખિલ ગુપ્તાનું 11 જાન્યુઆરી 2015માં મુઝફ્ફરનગરમાં ગોળી મારી દેવાઇ

    અમૃત પ્રજાપતિની 23 મે 2014ની રાજકોટમાં ગોળીમારી હત્યા કરાઇ

    રાહુલ સચાન પર 13 ફેબ્રુઆરી 2015માં જોધપુર કોર્ટ બહાર હુમલો કરાયો

    રાજુ ચંદોક પર 6 ડિસેમ્બર 2009માં ફાયરિંગ કરાયું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply