ઈજીપ્તમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બની.
Live TV
-
ભારતની રમિતા જિંદાલ ઇજિપ્તના કૈરોમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની જુનિયર 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેણે ગઈ કાલે ચીનની યિંગ શેનને 16-12થી હરાવ્યું હતું. રમિતા અને ચીનની યિંગ વચ્ચેનો મુકાબલો એક સમયે 12-12 પોઈન્ટથી ટાઈ રહ્યો હતો, પરંતુ બાદમાં રમિતાએ બે ચોક્કસ લક્ષ્યાંકને ફટકારીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. તિલોત્મા સેને ભારત માટે બીજો મેડલ જીત્યો. તેણી રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો. ઈજીપ્તમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે.