ઈસરોએ કર્યુ જી-સેટ 6Aનું કર્યુ સફળ પ્રક્ષેપણ, PMએ આપ્યા અભિનંદન
Live TV
-
જીસેટ-6એ એક સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે. તેનાથી મોબાઈલ એપ્લિકેશન માટેની નવી સંભાવનાઓનું સર્જન થશે-PM
ભારતના શક્તિશાળી કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-6એનું ગુરુવારે સફળ પ્રક્ષેપણ કરાયું છે. શ્રીહરિકોટાના સ્પેશ લોચિંગ સેન્ટરેથી આ ઉપગ્રહનું અંતરીક્ષગમન થયું છે.. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને ભારતીય સેનાને શક્તિશાળી બનાવવાની દિશામાં ઉપગ્રહ સિમાચિન્હ સાબિત થશે.ઉગ્રપહ થકી હાઈ થર્સ્ટ ડેવલપમેન્ટ એન્જિન સહિતની અનેક સિસ્ટમનું પણ પરિક્ષણ થનાર છે. જેનો ઉપયોગ ચંદ્રયાન-2ના લોચિંગ માટે થઈ શકે છે. વર્તમાન વર્ષના ઓક્ટોબર સુધીમાં ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાની શક્યતા છે.
જીસેટ-6એના સફળ પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશાલી વ્યક્ત કરી છે અને ઈસરોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.આ અંગે ટ્વિટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઈસરોને સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જીસેટ-6એ એક સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે.તેનાથી મોબાઈલ એપ્લિકેશન માટેની નવી સંભાવનાઓનું સર્જનથશે. દેશને નવી ઊંચાઈએ અને ઉજવળ ભવિષ્યની દિશામાં લઈ જવા બદલ ઈસરોને અભિનંદન.