ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા
Live TV
-
ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓની નોંધણી થઈ
ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા છે.
સરકારે કહ્યું છે કે, ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયેલા છે. આ પોર્ટલ વર્ષ 2021 માં અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, કુલ નોંધાયેલા કામદારોમાં 53 ટકાથી વધુ મહિલાઓ છે. તેમણે માહિતી આપી કે, અત્યાર સુધીમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની 13 યોજનાઓને ઈ-શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. જેમાં પીએમ-સ્વનિધિ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો સમાવેશ થાય છે.