Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાન

Live TV

X
  • ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન શરૂ થઇ ગયુ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મત આપી શકાશે. આ તબક્કામાં 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠક માટે મતદાન થઇ રહ્યુ છે. આ તબક્કામાં 624 ઉમેદવાર મેદાનમાં છે જેમાં 91 મહિલા ઉમેદવાર છે 2 કરોડ 13 લાખ મતદાર આ તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કરશે. 

    આ તબક્કામાં 24 હજાર 623 પોલિંગ બૂથ છે. કોવિડને ધ્યાને રાખીને કોઇ પણ બૂથ પર મતદારોની મહત્તમ સંખ્યા 1250 થી વધુ રાખવામાં આવી નથી. આ તબક્કાના ઉમેદવારોમાં રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ પાઠક, આશુતોષ ટંડન, પૂર્વ મંત્રી રવિદાસ મલ્હોત્રા, સમાજવાદી પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર પૂજા શુક્લા, વર્તમાન સરકારમાં મંત્રી જયપ્રતાપસિંઘ સામેલ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આ તબક્કાની 59 બેઠકમાંથી 51 બેઠક ભાજપે જીત મેળવી હતી.

    અગાઉ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ નવ જિલ્લામાં કુલ 55.31 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 58.24 ટકા મતદાન થયું હતું. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી મતદાન દિવસે પોલિંગ બૂથ પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્ઝ, ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, PPE કિટ, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply