ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ: બદ્રીનાથ ધામના દ્વાર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા
Live TV
-
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ: બદ્રીનાથ ધામના દ્વાર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત પવિત્ર બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે 6:15 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચારેય ધામોમાં ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે.
જિલ્લા પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે રહેવા, જમવા અને સ્વાસ્થ્ય અંગેના વ્યાપક પ્રબંધો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ બાબા કેદારનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા અત્યારે ખૂબ જ ઉત્સાહભેર અને સુચારૂ રીતે ચાલી રહી છે.
ભારે હિમવર્ષા અને ઠંડી છતાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રી વિશાલના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.
