ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો પ્રચાર, ત્રીજી ટર્મની શરૂઆતથી ભ્રષ્ટાચર પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે રાજસ્થાનના કોટ-પુતલી ખાતે જનસભાને સંબોધી હતી. ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર વધુ પ્રહાર કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કટોકટી લાવવા વાળી કોંગ્રેસને લોકશાહી પર વિશ્વાસ નથી. આ પહેલા પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધી હતી.પ્રધાનમંત્રી મોદીએ રેલીને સંબોધતાં કહ્યું કે,, ઉત્તરાખંડે વીતેલા 10 વર્ષમાં સારો વિકાસ સાધ્યો છે. આપણે હજી પણ ઉત્તરાખંડનો વિકાસ કરવાનો છે. આ લોકસભા ચૂંટણી માટે દેવભૂમિના આશીર્વાદ એ મારી મોટી મૂડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારબાદ રૂદ્રપુર ખાતે રોડ શોમાં પણ ભાગ લીધો હતો.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તરાખંડના રુદ્રપુરમાં પ્રથમ ચૂંટણી રેલીને આજે સંબોધી હતી.પ્રધાનમંત્રી મોદીએ રેલીને સંબોધતાં કહ્યું કે,, ઉત્તરાખંડે વીતેલા 10 વર્ષમાં સારો વિકાસ સાધ્યો છે. આપણે હજી પણ ઉત્તરાખંડનો વિકાસ કરવાનો છે. આ લોકસભા ચૂંટણી માટે દેવભૂમિના આશીર્વાદ એ મારી મોટી મૂડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારબાદ રૂદ્રપુર ખાતે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેઓ આજે રાજસ્થાનના કોટ-પુતલી તેમ જ જયપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધવાના છે.