ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આજથી ઠંડીમાં રાહતની મળવાની શક્યતા
Live TV
-
પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાં ગાઢ ધુમ્મસની અસર જોવા મળશે
પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારત શીત લહેર છે. હવે હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભાગોમાં તીવ્ર ઠંડીમાંથી રાહત મળવાની આગાહી કરી છે કે, આજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે.
IMD એ આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અને ત્યારબાદ શુષ્ક હવામાનની આગાહી કરી છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી હતી.
IMD એ પણ આગામી 3 થી 4 દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન દેશમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી.