ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ભયાનક માર્ગ અકસ્માત, 3 વિદ્યાર્થિનીઓના મોત, 11 ગંભીર રીતે ઘાયલ
Live TV
-
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના બૃજમનગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે મંગળવારે (04 માર્ચ, 2025) ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ફરેન્ડા-ધાણી રોડ પર ગ્રામસભા સિકંદરા જીતપુર સ્થિત પેટ્રોલ પંપ પાસે ટાયર ફાટવાથી વિદ્યાર્થિનીઓથી ભરેલી બોલેરોએ કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થિનીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ડ્રાઇવર સહિત 11 અન્ય વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, બોલેરોમાં બેઠેલી વિદ્યાર્થિનીઓ મહેશ રામ અશોક કુમાર ઈન્ટરમિડિયેટ કોલેજ ખાતે બોર્ડની પરીક્ષા દેવા માટે જઈ રહ્યી હતી. જ્યારે અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહન નીચે દટાયેલા વિદ્યાર્થિનીઓને બહાર નીકાળ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસ સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોની હાલત ગંભીર છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માતમાં મોત નીપજેલા વિદ્યાર્થિનીઓની ઓળખ કરવામાં આવી રહી છે, જ્યારે ઘાયલોની હાલત ગંભીર છે.
ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે, 'બોલેરો ખૂબ જ ઝડપે જઈ રહી હતી આ દરમિયાન અચાનક ટાયર ફાટ્યું હતું અને વાહન નિયંત્રણમાં ન રહેતા પલટી મારી ગયું હતું.' તે જ સમયે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.