Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ભારે વરસાદ: દિલ્હી-NCR, હિમાચલ અને ઉત્તરાખંડમાં જનજીવન પ્રભાવિત

Live TV

X
  • ઉત્તર ભારતમાં ભારે વરસાદ: દિલ્હી-NCR, હિમાચલ અને ઉત્તરાખંડમાં જનજીવન પ્રભાવિત

    ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. દિલ્હી-NCR, ગુરુગ્રામ અને નોઈડા સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ, પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે
    રાજધાની દિલ્હીમાં પણ વરસાદની સ્થિતિ ગંભીર છે. યમુના નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે.

    ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ
    હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહેશે.

    વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, નોઈડા અને ગાઝિયાબાદમાં આજે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

    આ સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply