ઉત્તર ભારત સહિત દેશના કેટલાક રાજ્યો માટે હીટવેવનું એલર્ટ
Live TV
-
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીની આપી ચેતવણી... રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હીટવેવની ચેતવણી... ત્યાં જ તમિલનાડુના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ઉત્તર ભારત સહીત દેશના કેટલાક રાજ્યો માટે હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ આપ્યું છે...રાજસ્થાનમાં આગામી 4થી 5 દિવસ માટે લુની આગાહી કરવામાં આવી છે...તો ગુજરાત અને સૌરાષ્ટ્ર -કચ્છ ક્ષેત્રમાં તેમજ મધ્યપ્રદેશમાં તારીખ 8થી 10 એપ્રિલ સુધી ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે...સાથે જ મહારાષ્ટ્રમાં તાપમાન આગામી દિવસોમાં 2થી 4 ડીગ્રી સુધી વધી શકે છે...આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં તાપમાન 42 ડીગ્રી સુધી પહોંચી શકે છે....
ગુજરાતમાં હીટવેવની આગાહી
એપ્રિલ માસની શરૂઆતથી જ રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે અને સતત અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમ વાર આજે અને આવતીકાલ માટે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજકોટ અને મોરબીમાં આજે ઓરેન્જ એલર્ટ તેમજ પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મહેસાણા, અને જૂનાગઢમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 42ને પાર થયો છે...સૌથી વધુ રાજકોટમાં 43.9 ડિગ્રી, ડિસામાં 43.3 ડિગ્રી તો ભુજ અને અમદાવાદમાં 43 ડિગ્રી તો અમરેલીમાં 42.9 અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.