એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં સમન્સ પાઠવ્યું
Live TV
-
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ RJD સુપ્રિમોને 27 ડિસેમ્બરે દિલ્હીમાં તેની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. EDએ તેમના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પણ સમન્સ પાઠવ્યુ હતું. તેઓને 21 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.
મહત્વનું છે કે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ હાલ પટનામાં છે. સામાન્ય રીતે, જ્યારે પણ કોર્ટમાં હાજરીની તારીખ હોય છે, ત્યારે તેઓ એક દિવસ પહેલા પટનાથી દિલ્હી જાય છે. ઉલ્લેખનીય છે કે લેન્ડ ફોર જોબનો કેસ 14 વર્ષ જૂનો કેસ છે. તે સમયે લાલુ યાદવ રેલવે મંત્રી હતા અને તે દરમિયાન લાલુ યાદવે રેલવેમાં નોકરીને બદલે જમીન લખાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.