Skip to main content
Settings Settings for Dark

ઑસ્ટ્રિયાની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશેઃ પીએમ મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, 9મી જુલાઈથી શરૂ થઈ રહેલી તેમની ઑસ્ટ્રિયાની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની મોટી તક છે. ઑસ્ટ્રિયાના ચાન્સેલરની પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ લખ્યું કે, "ચાન્સેલર કાર્લ હેમર તમારો આભાર, આ ઐતિહાસિક અવસરે ઑસ્ટ્રિયાની મુલાકાત કરવી તે સન્માનજનક બાબત હશે. બન્ને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા અને સહયોગના નવા રસ્તાઓની શોધ પર મંત્રણા કરવા રાહ જોઈ રહ્યો છું" , "લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર અમે વધુ ગાઢ ભાગીદારી બનાવીશું" 

    પીએમ મોદી 9મી જુલાઈએ મોસ્કોથી ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઑસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. વિયેનામાં તેમના રોકાણ દરમિયાન પીએમ મોદી ઑસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ચાન્સેલર નેહમર સાથે વાતચીત કરશે.  બંને નેતાઓ ભારત અને ઑસ્ટ્રિયાના બિઝનેસ લીડર્સને પણ સંબોધશે. અગાઉ શનિવારે, ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામરે પ્રધાનમંત્રીની વિયેનાની આગામી મુલાકાતને "વિશેષ સન્માન" ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્સ પરની એક પોસ્ટમાં, ઑસ્ટ્રિયન ચાન્સેલરે કહ્યું, "આ મુલાકાત એક વિશેષ સન્માનની વાત છે. ચાલીસ વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત છે અને ભારત સાથેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.", "અમને અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની અને સંખ્યાબંધ ભૌગોલિક રાજકીય પડકારો પર ગાઢ સહકાર વિશે વાત કરવાની તક મળશે" 

    પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન વિયેનામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. શુક્રવારે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ઑસ્ટ્રિયાને "મહત્વપૂર્ણ મધ્ય યુરોપીયન દેશ" ગણાવ્યો. ઑસ્ટ્રિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રો, સ્ટાર્ટઅપ્સ, મીડિયા અને મનોરંજનમાં દ્વિપક્ષીય સહયોગ માટે ઉત્તમ તકો પ્રદાન કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો. આમાં ફેબ્રુઆરી 2024માં ભારત-ઑસ્ટ્રિયા સ્ટાર્ટઅપ બ્રિજનું લોન્ચિંગ પણ સામેલ છે. વિદેશ સચિવ ક્વાત્રાએ કહ્યું, "અમને વિશ્વાસ છે કે આ મુલાકાત અમને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં મદદ કરશે અને અમારી ભાગીદારીનો વિસ્તાર વિસ્તૃત કરશે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply