ઓડિશામાં 46 વર્ષ બાદ ખૂલ્યો ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર
Live TV
-
પુરીનું જગન્નાથ મંદિર આજે (14 જુલાઈ 2024) એક ખાસ અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. હકીકતમાં, 46 વર્ષ પછી, ઓડિશા સરકારે ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલ્યો, જેથી આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓની સૂચિ બનાવી શકાય. આ પહેલા રત્ના ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા તિજોરીમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓની યાદી બનાવવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર બપોરે 1.28 વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.
વિશ્વનાથ રથે કહ્યું કે પુરીમાં યોજાયેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના સભ્યોમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ પાધીનો પણ સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), જે આ 12મી સદીના મંદિરની જાળવણીનું ધ્યાન રાખે છે, તે આ તકનો ઉપયોગ તિજોરીના પુનઃસંગ્રહ કાર્ય માટે પણ કરશે.
રાજય સરકાર દ્વારા રચવામાં આવેલ 16 સદસ્યોની ઉચ્ચસ્તરીય સમિતિએ 14 જુલાઈ એટલે આજના દિવસે ખોલ્યો છે. રત્ન ભંડારની તમામ વસ્તુઓનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે. તેમજ જેમાં મંદિરનો ખજાનો અને ભગવાનના કિંમતી આભૂષણોની ગણતરી કરવામાં આવશે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ પણ આ સમયે હાજર છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શિતાથી થાય તે હેતુથી ઓડીશા સરકારે ન્યાયમૂર્તિ બિશ્વનાથ રથની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. ઓડીશામાં સત્તામાં આવ્યા બાદ 12મી સદીના ખજાનાને ફરીથી ખોલવાના વાયદાને ઓડીશાની ભાજપ સરકાર આજે પરિપૂર્ણ કર્યો છે.
