ઓડિશા પ્રાકૃતિક રીતે ધનિક ઓડિશાની જનત્તા ગરીબ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
ઓડિશા પ્રાકૃતિક રીતે ધનિક ઓડિશાની જનત્તા ગરીબ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ઓડિશા પ્રાકૃતિક રીતે ધનિક ઓડિશાની જનત્તા ગરીબ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદી ઓડીશાના પ્રવાસે છે ત્યારે તેમણે ઓડિશાના બરહમપુરમાં જંગી ચૂંટણી સભા યોજી હતી. તેમણે કહ્યું, ઓડિશા ભૌગોલિક, પ્રાકૃતિક રીતે ધનિક છે પરંતુ ઓડિશાની જનતા ગરીબ રહી ગઈ છે. BJDના નેતાઓ મોટા-મોટા બંગલામાં રહી રહ્યા છે. પરંતુ સ્થાનિક લોકોને રોજગારી માટે પલાયન કરવું પડે છે... ત્યારે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે... ત્યારે પ્રધાનમંત્રીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે... ઓડીશામાં 4 જુનના રોજ ભાજપની સરકાર આવશે.... 6 જુનના રોજ ભાજપના મુખ્યમંત્રીના નામની ઘોષણા કરવામાં આવશે... અને 10 જુનના રોજ શપથ વિધિ યોજાશે...
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને સૌથી મોટા સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવાના પોતાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.
બરંગપુરમાં સંબોદશે સભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના બેરહામપુરમાં સભા સંબોધી છે ત્યાર બાદ હવે તે ઓડિશાના બરંગપુરમાં જનસભાને સંબોધિત કરશે.
આંધ્રપ્રદેશમાં કરશે પ્રચાર
ઓડિશાનાં બરંગપુરમાં જનસભાને સંબોધિત કર્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ પહોંચશે. આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં બપોરે 3.30 કલાકે સભા સંબોધશે. ત્યાર બાદ તે આંધ્રપ્રદેશ અનાકપલ્લે પહોંચશે. અનાકપલ્લેમાં સાંજે 6.45 કલાકે પ્રચાર કરશે.